સુરત શહેરમાં આવેલ વરાછા વિસ્તારમાં અનાજ માફીયાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલ કૌભાંડ ‘આમ આદમી પાર્ટી’નાં કાર્યકર્તાઓ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. જો કે, આ સમગ્ર મામલો જેમતેમ પ્રકારે દબાવી દેવાનાં પ્રયાસ પુરવઠા વિભાગનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
આની સાથે નાયબ મામલતદાર સતત 2 કલાકથી વધારે સમયથી સ્થળ પર હાજર હોવાં છતાં પણ ગોડાઉન ખોલવા મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહી તેમજ મામલતદારને મામલાની જાણ થતાં કોલ ઉંચકવાનું બંધ કર્યું હોવાંનો આરોપ કરવામાં આવ્યો છે.
સુરતમાં આવેલ વરાછા વિસ્તારનાં વસુંઘંરા એસ્ટેટ, પ્રમુખસ્વામી બ્રિજની નીચે A.K રોડ ખાતે બપોરનાં 2 વાગ્યાની આજુબાજુ સરકારી અનાજનો જથ્થા ભરેલ ગોડાઉન પર આપ પાર્ટીનાં કાર્યકરો દ્વારા રેડ કરાતાં દુકાન માલીક ગોડાઉનને તાળું મારીને ફરાર થઈ ગયો હતો.
ગોપાલ ઇટાલીયા (ઉપાઘ્યક્ષ,AAP, ગુજરાત)એ જણાવતાં કહ્યું હતું કે, પુરવઠા તંત્રને માહિતી આપતા તંત્ર બાજુથી કતારગામ નાયબ મામલદાર હાજર થયા તેમજ ઘટનાને કુલ 4 કલાક થયા પરંતુ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અઘિકારીઓ ફક્ત વાતો કરીને પોલીસની મદદથી મીડિયા કર્મીઓ તથા આપનાં કાર્યકરોને ઘટનાસ્થળ પરથી ભગાડી રહ્યા છે.
જ્યારે મીડિયા કર્મીઓ કુલ 6 કલાકથી પ્રશ્ન પુછી રહ્યા છે ત્યારે એક જ ઉત્તર આપવામાં આવી રહ્યો છે કે, મકાન માલિકનાં આવ્યા પછી તાળું ખોલ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મળતી જાણકારી પ્રમાણે મોડી રાત્રે ગોડાઉન ખોલીને કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en