કોરોના મહામારી વચ્ચે લોકોને અનાજના ફાંફા પડી રહ્યા છે. જેના લીધે ભારત સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી જરૂરિયાતમંદ લોકોને સરકારી સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ નું વિતરણ કરી રહી છે, પરંતુ રેશનિંગ અનાજનો વેપાર કરનાર કેટલાક માફિયાઓ સરકારી ઉંદરોની મીલીભગતની આડમાં સરકારી અનાજનો જથ્થો બુચ મારી રહ્યા છે. જેનો પર્દાફાસ આજે ઓલપાડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીમની સતર્કતાના કારણે કરાતાં લાખો રૂપિયાની કિંમતનું સરકારી અનાજ કૌભાંડ બહાર આવ્યું છે.
મળતી વિગતો અનુસાર ઓલપાડ શહેરના રામ ચોક, સોની ફળિયા નજીક અનાજના માફિયા ભાઈઓ બે ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજના જથ્થાની ગુણો બદલી પ્રાઇવેટ ગુણોમાં અનાજ ભરીને આ જથ્થો કાળા બજાર કરવા માટે કેટલાક વ્યક્તિઓ પ્રાઇવેટ ગુણોમાં ભરી આ અનાજ સગેવગે કરી રહ્યા હોવાની બાતમી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા અને તેના ટીમના કાર્યકર્તાઓ ને મળી હતી.
આ બાતમીના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સ્થાનિક પોલીસની મદદથી બંને ખાનગી ગોડાઉન ઉપર છાપો માર્યો હતો. જે દરમિયાન ઓલપાડના મામલતદાર સહિત પુરવઠા મામલતદારને પણ ઘટનાસ્થળે બોલાવી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી. જ્યારે ગોપાલ ઇટાલીયા એ જિલ્લા પુરવઠા અધિકારી ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું કે અમે આ સારું કામ કરેલ હોવા છતાં ડીએસઓ મેડમ એ મને ધમકાવીને જણાવ્યું કે હું ખૂબ જાગૃત થઈ ગયો છે, આ અમારું કામ નથી, તું ફરિયાદ લખાવી દે. જ્યારે રેડ દરમ્યાન ઓલપાડના બંને ખાનગી ગોડાઉનમાંથી મધ્ય પ્રદેશ, ગુજરાત,પંજાબ અને હરિયાણા સરકાર આંતર રાજ્યોમાંથી સરકારી અનાજનો ચોખા, ચણા, ઘઉં નો મોટાપાયે જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો.
ખાસ કરીને આ ગોડાઉનમાં રેશનિંગ અનાજ ના જથ્થા સાથે ઝડપાયેલ વ્યક્તિઓ સરકારી સિક્કા વાળા રેશનીંગ અનાજના બોરીઓ માંથી ચોખા, ઘઉં, ચણાનો જથ્થો બદલી સાદા પ્રાઇવેટ બોરીઓમાં અનાજનો જથ્થો ભરતા પકડાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews