રાજસ્થાનના જોધપુર (Jodhpur, Rajasthan) માં સરકારી નોકરીમાં જોડાવા જઈ રહેલી યુવતી અને તેના ભાઈને કારે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના જોધપુર કમિશનરેટના લુની પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક SUVએ મોટરસાઈકલ સવાર ભાઈ અને બહેનને ટક્કર મારી. આ અકસ્માતમાં બંનેએ જીવ ગુમાવ્યો હતો. મૃતકની બહેનની પટવારી પદ માટે પસંદગી કરવામાં આવી હતી. ભાઈ તેને જોઈનીંગ માટે લુણી સબડિવિઝન કાર્યાલયની ઓફિસે લઈ જઈ રહ્યો હતો, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
ઘટના બાદ ડ્રાઈવર એસયુવી છોડીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો, ઘટના સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને SUV ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાસ્થળે હાજર સાક્ષીઓએ પોલીસને જણાવ્યું કે અકસ્માત લુની અને સર ગામ વચ્ચે થયો હતો. એસયુવીએ બંને ભાઈ-બહેનને પાછળથી ટક્કર મારી હતી, જેમાં ભાઈ રમેશ પટેલ અને બહેન કવિતા પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાસ્થળે પહોંચેલા લુની પોલીસ અધિકારી અને એસીપી જયપ્રકાશએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે મામલાની તપાસ કર્યા બાદ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ વાહન ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને બંને ભાઈ-બહેનના મૃતદેહને PM માટે મોકલી આપવામાં આવ્યા છે.
ઘટના બાદ મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો ત્યાં એકઠા થયા હતા. બોરનાડાના એસીપી જયપ્રકાશે જણાવ્યું કે જ્યારે ગ્રામજનોએ એસયુવીની તલાશી લીધી ત્યારે તેમાંથી બેઝબોલ અને હોકી સ્ટિક મળી આવી હતી, જેનાથી શંકા વધુ ઘેરી બની છે કે અથડામણ કોઈ ષડયંત્ર હેઠળ તો નથી થઈ?
ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં એક શંકાસ્પદ એસયુવી ઘણા દિવસોથી ફરતી હતી, આ સિવાય એવી પણ શંકા છે કે બદમાશો આ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે સક્રિય હતા પરંતુ તે વચ્ચે આ અકસ્માત થયો. લુણી વિસ્તારમાં લુખ્ખાઓ અને તસ્કરો સતત સક્રિય બની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.