ચીન બોર્ડર પર ભારતના 19 લોકો ગુમ- એકનો મૃતદેહ મળ્યો બાકીના હજુ પણ લાપતા

અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં કુમી નદી(Kumi River)માં ડૂબી જવાથી 19 મજૂરોના મોતની આશંકા છે. આ મજૂરો ચીન બોર્ડર(China border) પાસે રોડ બનાવવાનું કામ કરતા હતા. ઈદ નિમિત્તે આસામ જવા માગતા હતા, કોન્ટ્રાક્ટરને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે માંગ ન સ્વીકારવામાં આવી ત્યારે બધા પગપાળા આસામ જવા રવાના થયા. આ દરમિયાન જ રસ્તામાં જ મજૂરો સાથે પણ અકસ્માત(Accident) થયો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ તમામને BRO દ્વારા અરુણાચલમાં રોડ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા. ઈદ નિમિત્તે તેમને આસામ સ્થિત તેમના ઘરે જવાનું હતું. કોન્ટ્રાક્ટરને અનેક વખત કહેવામાં આવ્યું હતું કે કામદારોને છૂટા કરી દેવામાં આવે. પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટર સહમત ન થયો, ત્યારે આ તમામ મજૂરો પગપાળા આસામ જવા રવાના થયા. પ્રાપ્ત સમાચાર અનુસાર, આ મજૂરો અરુણાચલના કુરુંગ કુમેય જિલ્લાના જંગલોમાં ખોવાઈ ગયા હતા.

હાલમાં, ડેપ્યુટી કમિશનરે સ્થળ પરથી માત્ર એક જ મૃતદેહ બહાર કાઢ્યો છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તમામ મજૂરોના મોત થયા છે. આવતીકાલે બીજી ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવશે અને બાકીના કામદારોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

જો કે, કુમી નદીમાં મજૂરો ક્યારે અને કેવી રીતે ડૂબી ગયા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શું તેઓ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા? નદી ઝડપથી વહેતી હતી? એવા ઘણા સવાલ છે જેના જવાબ હજુ સુધી મળ્યા નથી, જેના કારણે પોલીસ પણ આ અકસ્માત અંગે કંઈ પણ બોલવાનું ટાળી રહી છે. માહિતી એટલી જ મળી છે કે છેલ્લા એક સપ્તાહથી આ તમામ મજૂરો ગુમ હતા. તેઓ ઈદની ઉજવણી માટે પગપાળા આસામ જવા રવાના થયા હતા અને આ દરમિયાન જ એક મોટી દુર્ઘટના ઘટી છે.

અત્રે એ જાણવું જરૂરી છે કે અરુણાચલ પ્રદેશમાં અત્યારે ભારે વરસાદનો સમયગાળો ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણોસર નદીઓના જળસ્તર પહેલાથી જ ઉંચા ચાલી રહ્યા છે અને જો કોઈ ડૂબી જાય તો તેને બચાવવો એક મોટો પડકાર સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *