સરકારી અધિકારીના ઘરે પડ્યો દરોડો: 4 કરોડનું તો ઘર, 3 ફ્લેટ અને અધધધ… આટલા કિલોનું ચાંદી પણ મળી આવ્યું 

ગ્વાલિયર: હાલમાં પોલીસ દ્વારા ગ્વાલિયરમાં જાહેર બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા એસડીઓ રવિન્દ્રસિંહ કુશવાહાના ઘરે દરોડા પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, એસડીઓના મકાનની કિંમત જ ચાર કરોડ છે. જ્યારે તેણે ગ્વાલિયર-ભોપાલમાં 3 ફ્લેટ, પ્લોટ અને દુકાન પણ ખરીદી છે. ગ્વાલિયરના ડબરા વિસ્તારમાં 75 વીઘા જમીનના કાગળો મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પીડબ્લ્યુડી એસડીઓ ગ્વાલિયરની પોશ ટાઉનશીપમાં રહે છે. સવારે 9:30 વાગ્યે ઇઓડબ્લ્યુ અધિકારી ટીમ દળ સાથે રવિન્દ્રસિંહ કુશવાહાના ઘરે પહોંચ્યા હતા. અહીં ઇઓડબ્લ્યુ અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેના આધારે ઇડબ્લ્યુઓ અધિકારીઓ દ્વારા એસડીઓ કુશવાહ પાસેથી 3 લાખ 70 હજાર રોકડા કબજે કરવામાં આવ્યા હતા. આ સિવાય 5 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનું મળી આવ્યું છે.

ઇડબ્લ્યુડ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડબ્લ્યુડીના એસડીઓ કુશવાહા જે મકાનમાં રહે છે તેની કિંમત 4 કરોડ રૂપિયા છે. આ ઘર ખરીદ્યા બાદ તે તેના અનુસાર વૈભવી દેખાવ આપ્યો છે. આ ઉપરાંત, ડબરા વિસ્તારના સમુદાન, બિલાઉઆ અને મોટી અકબારીમાં 75 વીઘાથી વધુની ખેતીની જમીન ખરીદી લેવામાં આવી છે.

આ ઉપરાંત, ગ્વાલિયરની પીએચઇ કોલોનીમાં એસડીઓ દ્વારા પ્લોટ ખરીદવામાં આવ્યો છે. બસંત કુંજમાં બે ફ્લેટ બુક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુડાગુડીના નાકા પાસે એક પ્લોટ છે. ડબરાના બાલાજી સંકુલમાં પણ દુકાનોની ખરીદી કરવામાં આવી છે. તેમજ ભોપાલમાં પણ ફ્લેટ ખરીદ્યો છે.

જાણવા મળ્યું છે કે, પીડબ્લ્યુડીમાં એસડીઓ રવિન્દ્રસિંહ કુશવાહા રાજ્યના ઘણા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સાથે નિકટતા ધરાવે છે. પીડબ્લ્યુડીમાં સબ ઇજનેર તરીકે મુકાયા હોવાથી તેઓ લાંબા સમયથી ગ્વાલિયરના ગાંધી રોડ પર રહેતા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. તેમણે અહીં રહીને ઘણા અધિકારીઓ સાથે નિકટતા કરી હતી. ત્યારબાદ એસ.ડી.ઓ.ની રચના કરી અને અહીંથી બદલી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *