હાલમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને પાકિસ્તાન તરફથી આવી રહેલા તીડના ટોળા પરેશાન કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ તીડના ટોળા આવવાનું નિરાકરણ લાવવા હજી સુધી કોઈ ઠોસ ઉપાય મેળવવામાં આવ્યો નથી, ત્યારે થરાદના તાલુકા વિકાસ અધિકારીએ ખેતીવાડી અધિકારી શ્રી ની સુચના અનુસાર એક એવું સરક્યુલર બહાર પાડ્યું છે. જેમાં સરકારી શાળાના શિક્ષકોને અને આચાર્યશ્રીઓને તીડ ભગાડવા જવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં આ વાત બહાર આવતા વાયુ વેગે પ્રસરી ગઇ હતી અને સરકારની ટીકા કરી હતી સોશિયલ મીડિયામાં એક યુઝરે લખ્યું હતું કે, જાઓ માસ્તરોતમે તીડ ભગાડો, હું મારું ભલું નહીં આપું. એમ કહીને વિજય રૂપાણી સરકારને નિશાને લીધી હતી તાજેતરમાં જ વિજય રૂપાણી સરકાર દ્વારા 191 કરોડનું ચાર્ટડ પ્લેન ખરીદવામાં આવ્યું હતું. જેને લઇને પાક વીમા ની માંગણી કરી રહેલા ખેડૂતો માં રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે વધુ એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે આ લોકોને વિજય રૂપાણી પર માછલા ધોવા નો મોકો મળી ગયો છે.
સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી પોસ્ટ મૂકવામાં પ્રચલિત બનેલા સાગર સાવલિયા નામના અમદાવાદી યુવકએ આ નિર્ણયને ‘ઐતિહાસિક નિર્ણય’ કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિશાન તાક્યું હતું.
તંત્રના આવા નિર્ણયને કારણે સવાલો થઇ રહ્યા છે. તંત્ર દ્વારા વૈજ્ઞાનિક ઉપાયને કરવાને બદલે, બનાસકાંઠાના શિક્ષકોને તીડ ભગાડવા મોકલી રહી છે !!