તમે થર્ટી ફર્સ્ટ નહિ ઉજવી શકો, પણ ભાજપના નેતાઓએ જુઓ કેવી રીતે ઉડાવી મજાક

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) અને ઓમિક્રોન(Omicron) વેરિયન્ટના કેસોમાં ધરખ ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર જાણે હોસ્પિટલો ફરીથી ઊભરાય અને ગુજરાતની જનતા ફરી બીજી લહેરની જેમ પિસાઈ એવી રાહ જોઇને બેઠી હોય તેવું આ પ્રકારના તાયફો કરીને લાગી રહ્યું છે. એક બાજુ, દિવસ દરમિયાન કોરોનાના સુપરસ્પ્રેડર(Superspreader) હોય એમ જાહેર કાર્યક્રમોમાં કેટલીય મેદની ઉભરાય તે માટેની ભરમાર કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ સાંજ પડે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સહિતના કેટલાક મંત્રીઓ અને અધિકારીઓ કોરોનાની સમીક્ષા કરવાના નાટક કરતા હોય તેવી ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે. જો સરકાર ખરેખર કોરોનાના વધતા કેસોને લઈને ગંભીર હોય તો કાર્યક્રમોના તાયફા બંધ કરે અને સાચી દિશામાં કોરોનાની સમીક્ષા કરી બીજી લહેરમાંથી બોધપાઠ લઈને પ્રજાને ત્રીજી લહેર(Third wave)ના સંભિવત કહેર અને ડરમાંથી દૂર કરવા માટના તમામ પ્રયત્નો સરકારે કરવા જોઇએ.

કોરોનાની બીજી લહેર પછી બદલાયેલી ગુજરાત સરકાર જાણે ત્રીજી લહેરને સામેથી આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકારની હાલની તૈયારી ત્રીજી લહેરને રોકવા કરતાં ત્રીજી લહેરને નોતરવાની વધુ હોય તેવું લાગી રહ્યું છે. હાલ રાજ્યમાં દૈનિક કોરોનાના કેસ 500થી વધુ છે. સાથે ઓમિક્રોનના કેસો તો અલગ જ. નિષ્ણાતો ફેબ્રુઆરીમાં ત્રીજી લહેરની પીક આવશે એવું કહી રહ્યાં છે. તમે વિચારી શકો છો કે, આ આંકડો કેટલો વધી શકે છે. આમ છતાં ગુજરાત સરકારનું લક્ષ્ય પ્રજાહિત માટે નહીં, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં હોય તેવું લાગી રહ્યું છે. કાર્યક્રમો યોજીને સરકાર જ ભીડ ભેગી કરી રહી છે અને કોરોનાને સામેથી આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.

રોડ શોમાં તાયફા કરી ભારતીય જનતા પાર્ટી નહીં સુધરે પણ રાજકોટીયનો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખુદ જ રાખવાનું છે અને આવી ભીડથી તમામ લોકો દૂર રહેજો. હજારોની મેદનીમાં કોરોના સંક્રમણ ફેલાશે તો બીજી લહેર કરતા પણ સ્થિતિ વધારે પડતી વણસી શકે છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારોની મેદની ભેગી થઇ હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપર સ્પ્રેડર બની શકે છે. આ પ્રકારનું જોખમ હોવા છતાં કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નહોતો. એક તરફ બેન્ક કર્મચારીઓના ધ૨ણા ક૨વાની પણ મંજુરી આપવામાં ન આવી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ સામે વહીવટી તંત્ર નતમસ્તક થઈ ગયું હતું.

​​​​​​​​​​​​​​રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાય કાર્યકરો એકઠા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કયું હતું. આ દરમિયાન 1000 બાઈકની વિશાળ અને મોટી રેલી પણ યોજાઈ હતી. મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે અને સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *