નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020 રજૂ કરતી વખતે મોટી જાહેરાત કરી છે. LICમાં પોતાની કેટલીક હિસ્સેદારી વેચવાનું ભારત સરકારે જાહેરાત કરી દીધી છે. મોદી સરકાર LICમાં સરકારનો ઘણોખરો હિસ્સો વેચશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની આ જાહેરાત સાથે જ વિપક્ષ તરફથી હોબાળો કરવામાં આવ્યો. નાણા મંત્રીએ જણાવ્યું કે 15મા નાણા આયોગે પોતાનો રિપોર્ટ સોંપ્યો છે, જેમાં સરકારે સ્વીકાર કર્યો છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવતા કહ્યું કે 2020-21 માટે જીડીપીનું અનુમાન 10 ટકાનું છે. આ નાણાકીય વર્ષમાં ખર્ચનું અનુમાન 26 લાખ કરોડનું છે. IDBIનો બાકીનો હિસ્સો સ્ટોક એક્સચેન્જને વેચવામાં આવશે. નાણા મંત્રીએ ઘોષણા કરી છે કે બેન્કોમાં લોકોએ જમા કરેલી 5 લાક રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે. પહેલાં આ સીમા 1 લાખ રૂપિયાની હતી.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેન્કમાં વધતા ફ્રોડ બાબતે એક મોટી જાહેરાત કરી છે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્કનો કેસ સામે આવ્યા બાદ જે સૌથી મોટી ચિંતા હતી એ એ હતી કે જો કોઇ બેન્ક ડૂબી જાય તો ખાતા ધારકોને મોટું નુકસાન થઈ શકે છે. ખાતા ધારકોની સુરક્ષા માટે ઈંશ્યોરન્સની રકમ માત્ર 1 લાખ રૂપિયા જ હતી જે વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
Finance Minister Nirmala Sitharaman: Deposit Insurance and Credit Guarantee Corporation has been permitted to increase deposit insurance coverage to Rs 5 lakh per depositor from Rs 1 lakh https://t.co/sUftk0mn1W pic.twitter.com/8YFIRaUcWh
— ANI (@ANI) February 1, 2020
આ અંગે જણાવતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવતા કહ્યું કે, ફાઈનાન્શિયલ આર્કિટેક્ચરમાં સતત મજબૂતીની જરૂર છે. અમે અમુક બેન્કોનું વિલિનિકરણ કર્યું છે. પબ્લિક સેક્ટર બેન્કોમાં અમે મુડી લગાવી છે જેથી તેઓ સ્પર્ધામાં ટકી શકે. દરેક શિડ્યુલ કોમર્શિયલ બેન્કો પર નજર રાખવામાં આવી રહી છે. જેથી લોકોના પૈસા સુરક્ષીત રહે. ડિપોઝિટ ઈનશ્યોરન્સનું પણ વિસ્તરણ કરવામાં આવસે. ડિપોઝિટર્સ માટે ઈનશ્યોરન્સ કવર એક લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.