ચીની કોરોનાવાયરસ ટેસ્ટ કીટ પર સરકારે કહ્યું “ઓર્ડર કેન્સલ” – નથી થયું એક પણ રૂપિયાનું નુકસાન

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે ચાઇના ટેસ્ટ કીટ સવાલોના ઘેરામાં છે.આ વચ્ચે સરકારે તેને લઈને નિવેદન જાહેર કર્યું છે કે ચીનમાંથી મંગાવવામાં આવેલ તમામ કીટ પાછી મોકલવામાં આવી રહી છે અને ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. તેમાં એક પણ રૂપિયાનું નુકસાન નથી થયું.સરકાર તરફથી સોમવારે કહેવામાં આવ્યું કે ભારતમાં દોષપૂર્ણ એટલે કે ખામીયુક્ત પરીક્ષણ કીટ આપનાર ચીની કંપનીઓને એક પણ રૂપિયો નહીં મળે કારણ કે તમામ ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યા છે અને તેની ચૂકવણી પણ કરવામાં આવેલ નથી.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા ચીની કોરોનાવાયરસ પરીક્ષણ કિટ અંડર પરફોર્મ મળી આવી છે. ત્યારબાદ બે ચીની કંપનીઓ Gaungzhou wondfo biotech અને Zhuhai livzon diagnostic ના રેપિડ ટેસ્ટિંગ પર રોક લગાવી દેવામાં આવી છે. કેન્દ્ર દ્વારા રાજ્યોને કહેવામાં આવ્યું છે કે આ બંને કંપનીઓની ટેસ્ટીંગ કીટ પાછી આપે.તેમજ icmr એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું છે કે રાજ્યોની ફરિયાદો સાચી છે. આ કંપનીના કિટથી ટેસ્ટના રીઝલ્ટ માં વેરિએશન ખૂબ વધારે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *