સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે દેશભરમાં કોરોનાથી બચવા માટે લોકોને વેક્સીન લેવી ખુબ જ જરૂરી છે. ત્યારે હવે ગુજરાતમાં જે વેપારીઓએ વેક્સીન નહિ લીધી હોય તેમના માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હવે 16 ઓગસ્ટ સોમવારથી જે વેપારીઓએ રસી લીધી હશે તેજ વેપારીઓ પોતાનો ધંધો કરી શકશે અને જે વેપારીઓએ રસી નહી લીધી હોય તે વેપારીઓને પોલીસ ધંધો નહી કરવા દે તેવો નિર્ણય રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને સરકારને નિર્ણયને લઈને ઘણા વેપારીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલમાં રાજ્યના વેપારીઓ પાસે રસી લેવા માટે માત્ર આજનો અને કાલનો દિવસ બાકી છે. આ બે દિવસ દરમિયાન વેપારીઓ વેક્સિન લઈ શકશે. જો આ બે દિવસ દરમિયાન વેપારીઓ વેક્સિન નહી લે તો તેઓ વેપાર ધંધો નહી કરી શકે. આપને જણાવી દઈએ કે રાજ્યના 40% વેપારીઓ હજુ પણ વેક્સિનથી વંચિત છે. જેથી વેપારીઓને પોતાનો ધંધો હરું કરવામાં સોમવારથી ખુબ જ ભારે મુશ્કેલી પડી શકે છે.
અગાઉ પણ રૂપાણી સરકારે 31 જુલાઈ સુધીમાં રસી લઇ લેવાના આદેશ આપ્યા હતા. પરંતુ બાદમાં તેમણે 15 દિવસનો સમયગાળો આપીને આ અવધીને લંબાઈ દીધી હતી જેને લીધે લોકો વેક્સીન લઇ શકે. આ મુદત વધારવા માટે પણ વેપારીઓએજ સરકાર સમક્ષ માગ કરી હતી. જેને લઈને સરકાર દ્વારા કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જે સમય મર્યાદા આપવામાં આવી હતી તે કાલે પૂર્ણ થઈ રહી છે. જેથી બે દિવસમાં વેપારીઓએ રસી લેવી પડશે નહી તો તેઓ 16 ઓગસ્ટથી ધંધો નહી કરી શકે. તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.