નાણામંત્રી નિર્મલા સિતારમએ જણાવ્યું હતું કે, મોદી સરકાર આવતા પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 15 ડિસેમ્બર સુધીમાં 10 પ્રોજેક્ટમાં રોકાણની જાહેરાત કરી દેવામાં આવશે. ભારત સરકાર જીવન જીરૂરી વસ્તુઓ પરનો જી.એસ.ટી. લઘુતમ દરે લઇ જવાના પ્રયત્નો કરશે અને અન્ય વસ્તુઓ પરના જી.એસ.ટી. દરોમાં પણ ઘટાડો કરશે.
સાથે-સાથે નાણામંત્રી નિર્મલા સિતારમને વધુ કહેતા જણાવ્યું છે કે ગયા સપ્તાહમાં જી.ડી.પી.ના આંકડા જાહેર થયા તે પહેલાથી જ સરકારે અર્થતંત્રની ચિંતાઓ પર કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. નાણામંત્રી નિર્મલા સિતારમને નાણાકીય ખાધના લક્ષ્યાંક અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે વાણિજય અને પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં નાણાકીય ખાધ નિર્ધારિત લક્ષ્યાંકના 102 ટકા થઇ છે.
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નાણાકીય ખાધ નિર્ધારિત લક્ષ્યાંકના 104 ટકા હતી. સાથે-સાથે નાણામંત્રીએ વધુમાં કહેતા જણાવ્યું હતું કે ઘણી વૈશ્વિક કંપનીઓ ચીનમાંથી નીકળીને ભારતમાં બિઝનેસ શરૂ કરવા માગે છે અને ભારત સરકારે આવી કંપનીઓને દેશમાં લાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.
આ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજક્ટમાં રોકાણ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં આર્થિક સચિવના નેતૃત્ત્વમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. નાણામંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી કવાર્ટરમાં જી.ડી.પી.ના આંકડા ખુબ સારા રહેશે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ જુલાઇ-સપ્ટેમ્બર મહિનાના બીજા કવાર્ટરમાં જી.ડી.પી. વિકાસ દર ઘટીને 4.5 ટકા થઇ ગયો છે. જે 6 વર્ષની નીચલી સપાટીએ છે. પ્રથમ કવાર્ટરમાં જી.ડી.પી. પાંચ ટકા હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર જી.એસ.ટી.ને વધુ સરળ બનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.