રાજસ્થાન રાજ્ય સરકારે રાજ્યના પાંચ હજાર પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળકોને સંવિધાન ભણાવવાનું એલાન કર્યું છે. 26 જાન્યુઆરી થી તેની શરૂઆત થશે. જેથી બાળકો ભવિષ્યમાં સારા નાગરિક બની શકે. સાથે જ નવા સત્રથી શાળાઓની ચોપડીઓમાં પહેલા પાના ઉપર પણ સંવિધાનની ઉદ્દેશીકા છપાયેલી હશે.
બાળકોને સંવિધાનના પાઠ ભણાવવા તે એક સારી શરૂઆત
રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ ડોટાસરા એ જણાવ્યું કે રાજસ્થાનના શાળાના બાળકોને સંવિધાનની મૂળ ભાવના થી પરિચિત કરાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. હાલના સમયમાં દેશમાં જે પ્રકારનો માહોલ બની રહ્યો છે,તેમાં આપણા સંવિધાનના નિર્માણ ની પ્રસ્તાવના અને ભાવનાઓના પ્રસારથી જ દેશમાં આપણે પરસ્પર સદભાવ, એકતા અને અખંડતા ને કાયમ રાખી શકીશું. ભારત જેવા સહિષ્ણુ દેશમાં આવો માહોલ બનાવવો ખૂબ ખતરનાક છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે બાળકોને સંવિધાન નો પાઠ ભણાવવો એક સારી શરૂઆત હોઈ શકે છે. એટલા માટે તેમણે આ નિર્ણય લીધો છે.
હિન્દી માધ્યમના પુસ્તકો પર હિન્દીમાં સંવિધાન છાપવામાં આવશે
સરકારના આ નિર્ણય બાદ શિક્ષણ નિર્દેશક હિમાંશુ ગુપ્તાએ આ સંબંધમાં પરિપત્ર જાહેર કર્યો છે.શિક્ષા વિભાગે રાજસ્થાન પાઠ્યપુસ્તક મંડળ ને પત્ર લખી કહ્યું કે ધોરણ ૧ થી ૧૨ સુધીના પાઠ્ય પુસ્તકોના પ્રથમ પાના પર ભારતીય સંવિધાન નિર્દેશિકા શિક્ષણસત્ર 2020-21થી હિન્દી હિન્દી અને અંગ્રેજી માધ્યમનાં પુસ્તકો પર હિન્દીમાં છાપવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.