બાળકનો જન્મ થતા જ માતાના એકાઉન્ટમાં રૂપિયા મોકલશે કેન્દ્ર સરકાર- જાણો શું છે યોજના

હાલ સરકાર(government) દ્વારા નવજાત શિશુની માતા માટે એક સારા સમાચાર આપવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના-PMMVY’ હેઠળ નવજાત શિશુની માતાને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી.

મહિલાઓને આપવામાં આવે છે નાણાકીય સહાય:
‘પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના’ને ‘પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનાનો હેતુ માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજી લેવાનો અને તેમને પૌષ્ટિક આહાર આપવાનો છે. તેથી ‘પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના’ હેઠળ, પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે.

સીધા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર થાય છે રકમ:
મળતી માહિતી અનુસાર, આ યોજનાનો લાભ મેળવવા માટે પ્રથમ વખત ગર્ભવતી મહિલાના રજીસ્ટ્રેશન માટે, ગર્ભવતી અને તેના પતિનું આધાર કાર્ડ, બેંક પાસબુક ફોટો સ્ટેટસ હોવું જરૂરી છે. બેંક ખાતું સંયુક્ત ન હોવું જોઈએ. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણ હપ્તામાં 5000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ રકમ સીધી મહિલાઓના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે.

ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પૈસા: 
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ વખત માતા બનતી મહિલાઓને પોષણ આપવાનો છે. 5000 રૂપિયામાંથી પ્રથમ હપ્તો 1000 રૂપિયા, બીજો હપ્તો 2000 રૂપિયા અને ત્રીજો હપ્તો 2000 રૂપિયા આ રીતે આપવામાં આવે છે. નોંધનીય છે કે, સરકારી નોકરી કરતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકતી નથી.

તમે PM માતૃત્વ વંદના યોજના હેઠળ કરાવી શકો છો અરજી:
આ યોજનાનો લાભ મેળવવા માટે તમે આશા અથવા ANM દ્વારા PM માતૃત્વ વંદના યોજના હેઠળ અરજી કરી શકો છો. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. યોજનાનો લાભ તમામ મહિલાઓને આપવામાં આવે છે. પછી ભલે તેમની ડિલિવરી સરકારી હોસ્પિટલમાં થઈ હોય કે ખાનગી હોસ્પિટલમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *