ફેદરા-બોગોદરા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત

અમદાવાદ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો…

અમદાવાદ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન ફેદરાથી બગોદરા માર્ગ પર એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે જાણ થતાં કોઠ પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, લોલીયા ગામના વતની વિક્રમભાઈ જાદવ પોતાનું બાઈક લઈને તેમના પત્ની ભાવનાબેન, બે દીકરા પાર્થ અને પ્રફૂલ અને દીકરી પ્રિયંકા સાથે લુલીયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, કોઈ અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઈ ગયું હતું.

જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બગોદરા સામુહિત આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે બગોદરાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતા ધોળકા ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી રીના રાઠવા તાત્કાલિક કોઠ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફરાર વાહન શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *