જુઓ કેવી રીતે સુરત પોલીસની દાદાગીરીએ લીધો માસુમનો ભોગ- કર્ફ્યૂમાં લોહી શોધવા નીકળેલા સંબંધીને માર્યો મારમાર, સમયસર રક્ત ન મળતા મોત

હાલમાં કોરોનાના વધતા કેસને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યું લગાડવામાં આવ્યું છે. જેને કારણે કોરોના પીડિત દર્દીઓના સ્વજનોને ખુબ જ હાલાકી ભોગવી પડી રહી છે. આ ઉપરાંત, સુરત પોલીસની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને કોરોના વચ્ચે ઈમરજન્સી કામ માટે પણ પોલીસ દાદાગીરી કરી રહી હોય તેવા દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા છે.

કોરોના મહામારી વચ્ચે પોતાના સ્વજનને લઈને ચિંતામાં રહેતા સંબંધીને પોલીસે માનવતા નેવે મૂકીને લમધાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોરોનાના આ દર્દી માટે રક્ત લેવા આવેલા સંબંધીને મારમારી પોલીસ સ્ટેશન લઈ જઈને માનવતાની હદ વટાવી હોવાનો આક્ષેપ થયો છે. જોકે, બીજી બાજુ દર્દીના પરિવાર મુજબ દર્દીને સમયસર રક્ત ન મળતા દર્દીનું કરુંણ મોત થયું છે.

પોલીસે હોસ્પિટલના કાગળ ફાળી નાખ્યા હતા

સુરતમાં આવેલા સચિન GIDC વિસ્તારમાં રહેતા એક યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારે ડોકટરના જણાવ્યા અનુસાર, પરિવારના બે સભ્યો દર્દી માટે માટે રક્ત લેવા ગયા હતા. જોકે રાત્રે 8 વાગતા કરફ્યૂ લાગી જતા પોલીસ રસ્તે ફરતા લોકો સામે કાર્યવાહી કરતી હોય છે. પરતું ઈમરજન્સી કામ માટે નીકળેલા લોકોને હેરાન કરવાએ ખુબ જ નિંદનીય કાર્ય શકાય. કોરોના દર્દીમાટે લોકડાઉન દરમિયાન લોહીની વ્યવસ્થા કરવા માટે નિકળેલા પરિવારનાં યુવકને પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે દાદાગીરી કરતા યુવકને માર પણ માર્યો હતો. જો કે દર્દીને યોગ્ય સમયે લોહી નહી મળતા હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. પોલીસની બર્બરતાના વીડિયો સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પોલીસની દાદાગીરીના કારણે લોહી ન મળતા મૃત્યુ પામેલ નજીર મોહમ્મદ મલેકના સંબંધી મોહમ્મદ જાવેદ શેખે કહ્યું કે, મરનાર નજીર મોહમ્મદ મલેક (ઉ.વ. 52) મારા કાકા સસરા છે. 19 મી તારીખે તેમને ઉનની અમન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરે લોહીની તત્કાલ સગવડ કરવા માટે જણાવ્યું હતું. અમે લોહી લેવા માટે અમારા વિસ્તારનાં સામાજિક કાર્યકર્તા જાફરભાઇ દેશમુખ સાથે નિકળ્યાં હતા.

મૃતક નજીર મોહમ્મદ મલેક

મોહમ્મદ જાવેદ શેખે વધુમાં જણાવતા કહ્યું કે, ઘટના રવિવારે રાત્રે બની હતી. હોસ્પિટલમાંથી લોહી લેવા નીકળતાની સાથે જ પોલીસે પાર્કિગમાંથી ખેંચીને રોડ ઉપર લઈ ગઈ હતી. લગભગ 30 મિનિટ સુધી જોર જબરજસ્તી કરી ટી-શર્ટ પણ ફાડી નાખી હતી. રક્તદાન કરવા આવેલા મિત્રો પણ પોલીસની દાદાગીરી જોઈ ભાગી ગયા હતા. માનસિક તણાવમાં લોહીની વ્યવસ્થા માટે સુરત આવવાની હિંમત જ ન થઈ. આજે સવારે પોલીસ કમિશનરને અરજી કરી પછી સાંજે 5 વાગે કાકા સસરા મૃત્યુ પામ્યા હોવાના સમાચાર મળ્યા, આખું પરિવાર શોકમાં છે. બસ સાહેબ ન્યાય અપાવો અને બીજા સાથે આવી ઘટના ન બને એનો દાખલો બેસાડો એજ આશા છે.

રાત્રીના 10 વાગ્યે સિવિલ ડ્રેસમાં આવેલા કેટલાક પોલીસ કર્મચારીએ અમને પકડ્યાં હતા. લોકડાઉનમાં રખડવા નિકળ્યાં છો તેમ કહીને અટકમાં લીધા હતા. અમે ડોક્ટરે લખી આપેલા કાગળ બતાવ્યા તો આ આગળો ફાડી નાખ્યા હતા. અમને જબરદસ્તીથી લઇ ગયા હતા. ત્યાર બાદ હકીકત બહાર બહાર આવતા અમને છોડી મુક્યા. જો કે અમે કલાકો બાદ હોસ્પિટલે લોહી લઇને પહોંચ્યાં ત્યારે ઘણુ મોડુ થઇ ગયું હતું. દર્દીનું યોગ્ય સમયે લોહી નહી મળવાનાં કારણે મોત નિપજ્યું હતું. હવે પરિવાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *