વર્ષોથી વાનરોને જમાડતા સુરેશભાઈનું હનુમાન જયંતીના દિવસે અવસાન: 7 કિમી દુરથી અસંખ્ય કપિરાજ આવ્યા આંગણે

કોરોના મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હાલ પણ મોતનો આંકડો દિવસેને દિવસે વધી જ રહ્યો છે. આ સમય વચ્ચે બાયડ તાલુકાના સુરેશભાઈનું…

કોરોના મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હાલ પણ મોતનો આંકડો દિવસેને દિવસે વધી જ રહ્યો છે. આ સમય વચ્ચે બાયડ તાલુકાના સુરેશભાઈનું મોત થતા કપીરાજો તેમને મળવા તેમના ઘરે પહોચી ગયા હતા. બાયડ તાલુકામાં કોરોનાથી મૃત્યુ પામેલા સુરેશભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી બાયડથી 7 કિમી દૂર ભૂખેલા મંદિરમાં જઇ કપિરાજોને બિસ્કીટ આપતા હતા. હાલ સુરેશભાઈનું કોરોનાથી મોત થતા કપીરાજો 7 કિમી અંતર કાપી મૃતક સુરેશભાઈના ઘરે પહોચી ગયા હતા અને દુઃખી થઇ ગયા હતા. આ દ્રશ્યો જોનારા દરેક લોકો અચંબામાં મૂકાઈ ગયા હતા.

સુરેશભાઈ દર શનિવારે કપીરાજોને જમાડતા
સુરેશભાઈ પોતે બાયડ તાલુકાના વેપારી આગેવાન હતા અને આ કોરોના મહામારીનો શિકાર થતા તેમનું અવસાન થયું હતું. સુરેશભાઈનું અવસાન થતા વેપારીમાં પણ શોકનો માહોલ છવાયો હતો. આ સાથે-સાથે જ સુરેશભાઈ છેલ્લા 17 વર્ષોથી બાયડ તાલુકાથી 7 કિલોમીટર દુર આવેલા ભુખેલ હનુમાન મંદિરે દર શનિવારે જતા હતા અને આ મંદિરમાં હાજર કપિરાજોને બિસ્કીટ જમાડતા હતા. થોડા વર્ષો પહેલા જ સુરેશભાઈના દીકરા સચીનભાઈના લગ્ન શનિવારના રોજ થયા હતા અને સુરેશભાઈએ લગ્નમાં મોડા જઈને પહેલા આ મંદિરે કપિરાજોને બિસ્કીટ જમાડવા પહોચ્યા હતા. આ જોઇને માલુમ પડે કે, સુરેશભાઈમાં કેટલો પશુપ્રેમ હતો અને કપિરાજોને પણ સુરેશભાઈ એટલા જ પ્રિય હતા.

ખરેખર સુરેશભાઈ અને કપીરાજો વચ્ચે પ્રેમ એટલો વધી ગયો હતો કે, જયારે સુરેશભાઈએ અંતિમશ્વાસ લીધા ત્યારે દરેક કપીરાજો તેમના ઘરે તેમને મળવા પહોચી ગયા હતા. કોરોનાથી પીડાતા સુરેશભાઈ જયારે શનિવારે ભુખેલ હનુમાન મંદિરે ન ગયા ત્યારે કપિરાજોનું ટોળું સુરેશભાઈને મળવા સાત કિમી અંતર કાપી તેમના ઘરે આવીને આંગણામાં બેસી ગયા હતા. સોમવારની વહેલી સવારે જ હનુમાન મંદિરેથી કપિરાજોનું ટોળું સુરેશભાઈના ઘર આગળ આવીને બેસી ગયા હતા. આ દ્રશ્ય જોનારા દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

સુરેશભાઈના પુત્ર સચિનભાઈએ જણાવતા કહ્યું હતું કે, ‘વહેલી સવારે જ કપીરાજો ઘરની સામે આવીને બેસી ગયા હતા અને તેઓ એટલા શાંત હતા કે તેમનું મૌન સાફ સાફ દેખાઈ રહ્યું હતું. તેઓએ અહિયાં કોઈને પણ હેરાન નોહતા કર્યા અને હાલ તેઓ ઘર છોડીને પણ જતા નથી.’ ખરેખર સુરેશભાઈ અને કપીરાજો વચ્ચેનો પ્રેમ અતુટ હતો જેના કારણે જ કપીરાજો સુરેશભાઈને મળવા તેમના ઘરે સાત કિમીનું અંતર કાપીને પહોચી ગયા હતા. હનુમાન જયંતીના દિવસે કષ્ટભંજન હનુમાનજી સુરેશભાઈની દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાથના…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *