કોરોના કેસો દેશમાં દિવસેને દિવસે વધી જ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ચાર લાખથી વધારે કેસો નોંધતા દેશમાં ચિંતાનો વિષય બન્યો છે. સાથે સાથે રાહતના સમાચાર એ પણ છે કે, કોરોનાથી સાજા થનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે અને મોટી માત્રમાં લોકો સાજા થઇને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે કેટલાક દર્દીઓ હોસ્પીટલમાં બેડ શોધી રહ્યા છે અને ઓક્સિજનની ભારે અછત સર્જાણી છે ત્યારે આવા કપરા કાળમાં એક ગૌશાળાને કોવીડ સેન્ટરમાં ફેરવવામાં આવી છે. જાણીએ શું છે આ કોવીડ સેન્ટરમાં…
બનાસકાંઠા જીલ્લામાં આવેલ સૌથી મોટી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં અદભુત વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાએ આંતક મચાવ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામવાસીઓને પુરતી સારવાર મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકો મદદે આવ્યા છે.
કોરોનાની સારવારમાં ગૌમૂત્રનો ઉપયોગ કરાશે:
}આ ગૌ શાળાની અંદર દાખલ થતા કોરોનાગ્રસ્ત દર્દીઓને એલોપેથી દવાઓ અને આયુર્વેદના માધ્યમથી સારવાર કરવામાં આવશે. વેદલક્ષણા ગૌથી મળેલ પંચગવ્ય જેમાં ઘી, દૂધ, ગૌ મૂત્ર અને દહીં સાથે અનેક પ્રકારની આયુર્વેદિક ઔષધીથી તૈયાર કરવામાં આવેલ પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા સારવાર આપવામાં આવશે. ત્યારે દર્દીઓને ગૌમૂત્રના ખાતરથી ઉગાડવામાં આવેલું અનાજ, ગોબર અને મસાલાઓથી બનેલ ખાવાનું પ્રસાદી રૂપે આપવામાં આવશે.
ક્રોનાગ્રસ્ત દર્દીઓ માટે યજ્ઞ ધૂપ કરાશે:
આ વેદલક્ષણા કોવીડ સેન્ટરમાં ગોધૃત, પૂજા-ઉપાસના, ગુગળ અને હવન સામગ્રીથી દરરોજ ધૂપ યજ્ઞ દ્વારા કોરોના દર્દીઓમાં પ્રાણશક્તિનું નિર્માણ કરવામાં આવશે.
કોવીડ સેન્ટરમાં ઠંડક માટે આજુબાજુ ઘાસ ઉગાડાયું:
રાજારામ ગૌશાળા આશ્રમમાં તૈયાર કરવામાં આવેલ આ વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટરમાં 50 જેટલા બેડ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આ કોવીડ સેન્ટરમાં 1 એલોપથી અને 1 આયુર્વેદ અને 5 નર્સ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપશે. આ ગૌશાળામાં બનાવવામાં આવેલ કોવીડ સેન્ટરમાં ઠંડક રહે તે હેતુસર સમગ્ર કોવીડ કેરની ફરતે ઘાસ લગાવવામાં આવ્યું છે. જેને લીધે આ કોવીડ સેન્ટરમાં કુદરતી તાપમાન સરળતાથી જળવાઈ રહે.
પાંચ હજાર ગાયોની વચ્ચે કરવામાં આવશે સારવાર:
આ રાજારામ ગૌશાળા આશ્રમના સંચાલક રામરતન મહારાજે જણાવતા કહ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ ફેલાયું છે. ભારતીય આયુર્વેદમાં રોગો અને મહામારીના ઈલાજ માટે ગાય માતા દ્વારા તૈયાર થયેલા ખોરાકને લીધે દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ આપશે. આ કોવીડ સેન્ટરમાં એલોપ અને આયુર્વેદના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓ ઝડપથી સારા થશે. 5 હજાર ગાયો વચ્ચે રહી કુદરતી વાતાવરણમાં કોરોના દર્દીઓને વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી પુરતી સારવાર મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.