G-20 Summit ની શાનદાર શરૂઆત: ભારત મંડપમમાં પહોંચ્યાં PM મોદી, તમામ વર્લ્ડલીડર્સનું કર્યું સ્વાગત

G20 Summit 2023 News: ભારત માટે ગૌરવની ક્ષણ કે આજે મોટાભાગના વૈશ્વિક નેતાઓ દિલ્હીમાં હાજર છે. વાતતો જાણે એમ છે કે, આજથી G20 Summit ની શાનદાર શરૂઆત થઈ રહી છે. ભારત G20 સમિટની(G20 Summit 2023 News) અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર G20 Summit ના પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે. આ તરફ PM નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચ્યા છે.

મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું
PM મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ્ટે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસ, OECD (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના સેક્રેટરી જનરલ મેથિયાસ કોર્મન, IWALA-WTO ડાયરેક્ટર-જનરલ કે Ngozi Okonjo, કોમોરોસના પ્રમુખ, આફ્રિકન યુનિયનના ચેરપર્સન અઝાલી અસોમાની, ઓમાનના VC અસદ બિન અલી અલીમુર હાર્દિક સ્વાગત કર્યું હતું.

PM મોદી ભારત મંડપમ પહોંચ્યા
G20 Summit નો આજે તેનો પહેલો દિવસ છે. ભારત આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. શનિવારે સવારે સૌથી પહેલા PM નરેન્દ્ર મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત કાર્યક્રમ સ્થળ ભારત મંડપ પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યક્રમની માહિતી લીધી હતી અને તૈયારીઓ વિશે થોડીક જાણકારી મેળવી હતી. PM મોદી અહીં વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરશે.

PM મોદી વિદેશી મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે
G20 Summitના સ્થળ ભારત મંડપમ ખાતે વિદેશી મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સ્વાગત કરી રહ્યા છે. PM એ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના પ્રમુખ અને ADB ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ મસાત્સુગુ આસાકાવાનું પણ સ્વાગત કર્યું. આ ઉપરાંત ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ગિલ્બર્ટ એફ. હોંગબો અને IMFના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાનું સ્વાગત કરવામાં આવ્યું છે.

G-20 માં કયા દેશોનો સમાવેશ થાય છે?
G20 માં 19 વ્યક્તિગત દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશો ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. તે જ સમયે, G20 ના સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના આશરે 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *