BIG BREAKING: બે ટ્રેનો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત! 26 મુસાફરોના કરૂણ મોત – જુઓ વિડીયો

ગ્રીસ(Greece): સેન્ટ્રલ ગ્રીસના ટેમ્પ શહેર(City of Tempe) નજીક એક મોટો અકસ્માત(accident) થયો છે. અહીં બે ટ્રેનોની અથડામણમાં લગભગ 26 લોકોના મોત થયા છે અને 85 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતનો વીડિયો વાયરલ(video viral) થઈ રહ્યો છે.

વાઈરલ થઇ રહેલ વિડીયોમાં જોવા મળે છે કે, ટ્રેન આગની જ્વાળાઓથી ઘેરાયેલી છે અને ફાયર બ્રિગેડના લોકો આગને કાબુમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.

અકસ્માતની તસવીર વિચલિત કરનારી છે, જેમાં ટ્રેનના ડબ્બા પાટાથી અલગ પડેલા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના કઈ બેદરકારીના કારણે થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ટૂંક સમયમાં જ કયા કારણોસર અકસ્માત થયો છે તેની માહિતી આપવામાં આવશે.

ગ્રીસના થેસાલી ક્ષેત્રના ગવર્નરના જણાવ્યા અનુસાર, એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તરીય શહેર થેસ્સાલોનિકી તરફ અને બીજી માલગાડી થેસ્સાલોનિકીથી લારિસા તરફ જતી હતી. લારિસા શહેરમાં પહેલા આ બંને વચ્ચે અથડામણ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનમાં 350થી વધુ લોકો સવાર હતા. દુર્ઘટના બાદ લગભગ 250 મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માત બાદ આજુબાજુના વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો અને લોકોએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.

એક મુસાફરે જણાવ્યું કે, તે પોતાની સૂટકેસ વડે ટ્રેનની બારી તોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત બાદ અરાજકતાનો માહોલ હતો અને લોકો બૂમો પાડી રહ્યા હતા. એક મુસાફરે જણાવ્યું કે તે ભૂકંપ જેવું હતું.

અકસ્માત બાદ તસ્વીરોમાં પાટા પરથી ઉતરી ગયેલા કોચ, તૂટેલી બારીઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બચાવ કાર્યકર્તાઓ વાહનોમાં મશાલો લઈને ફસાયેલા મુસાફરોની શોધ કરતા જોવા મળ્યા હતા. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, મુશ્કેલ સંજોગોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *