જબલપુર: હાલમાં મધ્યપ્રદેશમાંથી માતા-પિતા એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના નેતાજી સુભાષચંદ્ર બોસ મેડિકલ હોસ્પિટલમાં ડોક્ટર્સ ફરી એકવાર દેવદૂત બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરો દ્વારા 13 મહિનાની બાળકીની જિંદગી બચાવી લેવામાં આવી હતી. બાળકીની શ્વાસનળીમાં લીલું મરચું ફસાઈ ગયું હતું. ડોક્ટોરએ બાળકીનું ઓપરેશન કરીને જીવ બચાવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, કટનીમાં રહેનારા દીપક રજકની 13 મહિનાની પુત્રી શનાયા આશરે એક સપ્તાહથી પરેશાન હતી. તે સતત રડતી હતી. પરિવાર દ્વારા દરેક સંભવ ઉપાયો કરવામાં આવતા હતા. પરંતુ, બાળકી શાંત થતી ન હતી. ઘરના લોકો તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટોરએ તેની તપાસ શરુ કરી હતી પરંતુ ચોક્કસ નિદાન ઉપર પહોંચ્યા ન્હોતા કે બાળકીને શુ થયું છે. ત્યારબાદ તેને જબલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈને આવ્યા હતા.
અહીં ડોક્ટરોએ બાળકીનું ચેકઅપ કર્યું તો જાણવા મળ્યું કે, શનાયાને શ્વાસ લેવામાં ખુબ જ તકલિફ પડતી હતી. ડોક્ટર કવિતા સચદેવાએ 24 કલાક ઓબ્ઝર્વેશન બાદ બાળકીની એન્ડોસ્કોપી કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બાળકીની શ્વાસ નળીમાં કંઈક ફસાઈ ગયું છે. ત્યારબાદ ડોક્ટોરે બાળકીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો અને ઓપરેશનમાં બાળકીની શ્વાસ નળીમાંથી લીલા રંગનો ટુકડો ફસાયેલો મળ્યો હતો. જ્યારે ટુકડો બહાર કાઢ્યો તો જાણવા મળ્યું કે આ લીલા મરચાનો ટુકડો હતો. ડોક્ટરો આ જોઈને ચોંકી ગયા હતા.
શનાયાના પિતાએ કહ્યું કે, બાળકીના દાંત નીકળી રહ્યા છે. એટલા માટે લીલી વસ્તુઓ ઉઠાવીને મોંઢામાં નાખે છે. અને તેને ખાવાની કોશિશ કરે છે. જેથી બની શકે કે મરચું પણ ખાવાની કોશિશ કરી હોય અને પછી ગળામાં જઈને શ્વાસ નળીમાં ફસાઈ ગયું હોય. જાણવા મળ્યું છે કે, ડોક્ટરે સફળ ઓપરેશન કરીને શનાયાની જિંદગી બચાવી લીધી હતી.
જો સમયસર ઓપરેશન થયું ન હોત તો બાળકીનું મોત થયું હોત. આ ટૂકડો લાંબા સમય સુધી શ્વાસનળીમાં ફસાયેલો રહે તો શ્વાસ રોકાઈ શકે છે. હાલમાં બાળકીને બે દિવસ માટે મેડિકલ હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. સંપૂર્ણપણ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.