પ્રેરણાની અનોખી વાત: જીમ ગયા વગર જ દેશી જુગાડથી બોડી બનાવી સર્જી દીધો વિશ્વ વિક્રમ- જુઓ વિડીયો

માત્ર 19 વર્ષના કુંવર અમૃતબીર સિંહની વાત તમને પ્રેરિત કરી શકે છે. ખરેખર આ કિશોર ધોરણ 12માં ગણિતના વિષયમાં નાપાસ થયો હતો. ત્યારે તો ડિપ્રેશનમાં…

માત્ર 19 વર્ષના કુંવર અમૃતબીર સિંહની વાત તમને પ્રેરિત કરી શકે છે. ખરેખર આ કિશોર ધોરણ 12માં ગણિતના વિષયમાં નાપાસ થયો હતો. ત્યારે તો ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ, કુંવરે ડિપ્રેશનને માર આપી સખત મહેનતક કરી ફિટનેસની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી દીધી છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના ઉમરવાલા ગામનો આ કિશોર રહેવાસી છે. જેના નામે 1 મિનિટમાં સૌથી વધુ નકલ પુશઅપ્સ અને 30 સેકન્ડમાં સૌથી વધુ સુપરમેન્ટ પુશઅપ્સ કરવાનો રેકોર્ડ છે.

કુંવરસિંહના જણાવ્યા અનુસાર, હું ક્યારેય જિમ નથી ગયો, બધો જ સમાન દેશી જુગાડથી ઘરે બનાવ્યો છે. વર્કઆઉટ માટે પથ્થર સિમેન્ટ, ખાલી બોટલ અને લોખંડના સળિયાનો ઉપયોગ કરીને ફિટનેસ ઇકવીપમેન્ટ્સ બનાવ્યા અને ઘરના ધાબે જ પ્રેક્ટિસ કરતો હતો. આજકાલ લોકોને જિમ જવું ગમે છે અને તેના સાધન વગર તેઓ પ્રેક્ટિસ પણ કરી શકતા નથી. પરંતુ આ પહેલવાન ક્યારેય જિમ નથી ગયા.

વધુમાં કુંવર જણાવે છે કે, તેમને આત્મકથાઓ વાંચવી ગમે છે અને સ્કૂલના દિવસોમાં તેમણે ભગતસિંહ, કર્તારસિન્હ સરાભા અને ઉધમસિંહના પાત્રો પણ ભજવ્યા હતા. તેમણે જ મને જીવનમાં કઈ કરી બેસવાની પ્રેરણા આપી હતી. એટલું જ નહીં, તેમના પિતા અને કાકા જે જવાનીના દિવસોમાં રમતો સાથે સંકળાયેલા હતા તેમને પણ ફિટનેસની દુનિયામાં આવવા માટે અને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

મળતી માહિતી અનુસાર, હું ભણતરમાં સારો ન હતો અને ધોરણ 12ની પરીક્ષામાં હું નાપાસ થયો હતો. કેટલાંક મહિનાઓ સુધી હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. પરંતુ એક દિવસ મેં પોતાની જાતને કહ્યું કે, મારુ ભવિષ્ય પેપરનું એક કાગળિયું ક્યારેય નક્કી ન કરી શકે. ત્યારબાદ મેં યુટ્યુબ પર નકલ પુશઅપ્સના વીડિયો જોયા અને તેનો અભ્યાસ કરવા લાગ્યો.અને અહીંથી તેમણે દુનિયા પર રાજ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ સફર એટલી સરળ ન હતી.  જયારે વર્ષ 2019માં અંતમાં કુંવરે રેકોર્ડ માટે અપ્લાય કર્યું તો તેમનું આવેદન રદ્દ કરવામાં આવ્યું હતું. કારણ કે, તેમની પુશઅપ્સ કરવાની રીત યોગ્ય ન હતી. ત્યારબાદ તેણે ફરીથી યુટ્યુબની મદદ લીધી અને પોતાના લક્ષ્ય તરફ વધારે મહેનતથી કામ શરૂ કર્યું હતું.

તેમનેજુલાઈ 2020માં 1 મિનિટમાં 118 નકલ પુશઅપ્સ કર્યા અને 17 વર્ષની ઉંમરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 2020માં કુંવરે 30 સેકન્ડમાં 35 સુપરમેન પુશઅપ્સ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. કુંવર, હાલ ગુરુનાનક દેવ વિશ્વવિદ્યાલયથી ફિઝિકલ એજ્યુકેશનમાં BA કરી રહ્યા છે. તેઓ પોતાની ડાયેટ વિષે જણાવે છે કે, તેમણે શરીર બનાવવા માટે ક્યારેય પ્રોટીન નથી લીધું. હું તે જ ખાતો હતો જે ઘરમાં બનતું હતું.

સવારે 5 વાગે આ નવયુવક કિશોરનો દિવસ શરૂ થતો હતો. સવારે 2 કલાક અને સાંજે 2 કલાક અભ્યાસ કરતો હતો. ફિટનેસ ઉપરાન્ત કુંવર ફિલ્મોનો પણ શોખ ધરાવે છે. તેમણે 2 ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. સાથે સાથે, તેઓ રિયાલિટી શો ‘હુનર પંજાબ કા’ના ટોપ 10 ફાઇનાલિસ્ટમાંથી એક રહ્યા હતા. તેમને આશા છે કે, તે એક દિવસ પંજાબના યુથ આઇકોન બનશે. તમને જણાવી દઈએ કે, તેમને કરમવીર ચક્ર એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *