ફરી એક વાર બચી ગયો ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી- કોર્ટે ફરી એક વાર આપી તારીખ

સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra) વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekariya) હત્યા(Grishma murder case)થી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. જણાવી દઈએ કે, સેસન્સ કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસની…

સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra) વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekariya) હત્યા(Grishma murder case)થી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. જણાવી દઈએ કે, સેસન્સ કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જેથી કોર્ટ તરફથી હત્યારા ફેનિલ ગોયાણી(Fenil Goyani)ને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી ફેનીલ ગોયાણીને 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા હત્યારા ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી વખત તારીખ પડી છે. ત્યારે હવે આગામી 5 મેના રોજ ફેનીલને સાંભળાવવામા સજા આપવામાં આવશે.

સરકારી વકીલ ગેરહાજર રહ્યા હોવાને કારણે આજે ફરી એક વખત તારીખ પડી છે. આજે ફેનીલ ને પણ કોર્ટમાં લાવવામાં આવ્યો ન હતો. માત્ર બચાવપક્ષ ના વકીલ એ હાજરી આપી હતી. જેથી કોર્ટે વધુ એક તારીખ આપી છે અને 5 મેના રોજ ચુકાદો સંભળાવવામાં આવશે.

જણાવી દઈએ કે, 16 એપ્રિલમાં રોજ કોર્ટમાં આરોપીના વકીલ ફેનિલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેવાને કારણે કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને 21મી તારીખના રોજ આ મામલે કોર્ટે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે અઠવાડિયાની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી ત્યાર પછી આરોપી સામેની ટ્રાયલ પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા તારીખ 22 ના રોજ હત્યારો ફેનિલ બચી ગયો હતો.

105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા:
આ કેસની સુનાવણી કોર્ટ દ્વારા ડે ટુ ડે કરવામાં આવી હતી. આ હત્યા કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હત્યારા ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી. જેથી કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના:
ગ્રીષ્મા વેકરીયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા પછી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *