કાકાએ તો ભારે કરી! પોલીસની સામે જ ‘જાનુ મેરી જાન’ ગીત પર માર્યા ઠુમકા- જુઓ મજેદાર વિડીયો

વાયરલ(Viral): જબરદસ્ત ડાન્સ કરી રહેલા એક સામાન્ય વ્યકિતનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે, જેને એક IPS ઓફિસરે ટ્વિટર પર શેર…

વાયરલ(Viral): જબરદસ્ત ડાન્સ કરી રહેલા એક સામાન્ય વ્યકિતનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે, જેને એક IPS ઓફિસરે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે આ જનતા અને પોલીસ મિત્રતાનું સુંદર ઉદાહરણ છે, વીડિયો જોઈને જનતા અંકલના ડાન્સની ચાહક બની ગઈ છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ 30 સેકન્ડની વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે એક ઈન્દોરના ટ્રાફિક પોલીસમેનની સામે ‘જાનુ મેરી જાન’ ગીત પર એક વ્યકિત ડાન્સ કરી રહ્યો છે. તેના ડાન્સ સ્ટેપ્સ પણ નંબર વન છે. લોકો તેના ડાન્સને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વિડીયો સ્વચ્છતાને લગતા કોઈ કાર્યક્રમની હોવાનું જણાય છે.

આ વીડિયો IPS દીપાંશુ કાબરાએ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- આવા વીડિયો પબ્લિક પોલીસની મિત્રતાના સુંદર ઉદાહરણ છે. અત્યાર સુધીમાં આ વિડીયોને ત્રણ હજારથી વધુ વ્યૂઝ અને ત્રણસોથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, યુઝર્સ સતત તેમના પ્રતિભાવો આપી રહ્યા છે.

આ વીડિયો જોયા પછી લોકો તો અંકલને જોતા જ રહી ગયા હતા. હાલમાં આ વિડીયોએ તો ધૂમ મચાવી દીધી છે. વિડીયો જોઇને સૌ કોઈ ખડખડાટ હસી પડે તો નવાઈ નહી. કારણ કે, અંકલના ઠુમકાએ સૌનું મન મોહી લીધું છે. આ વિડીયોને જોઇને લોકો પોતાની અલગ અલગ પ્રક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *