સુરત(SURAT): ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવતા ગ્રીષ્માની યાદમાં પરિવાર દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ(BJP)ના નેતાઓ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ આજે સવારે પરિવાર સાથે મુલાકાત કરી છે. સવારે ગૃહમંત્રી સાથે રેન્જ IG સહિતના ઉચ્ચપોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા(Praful Pansuriya) સહિત મોટી સંખ્યામાં સ્વજનો અને સ્થાનિક લોકો પણ આ રામધૂનમાં જોડાયા હતા. રામધૂન દરમ્યાન ગ્રીષ્માની બહેનોએ તેરી લાડકી ગીત ગાતા જ પોતાના આંસુ રોકી શકી નહોતી અને ધ્રુસકે ધ્રુસકે રડતા પિતાને બાથ ભરી તે વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.
ગ્રીષ્માને ન્યાય મળ્યાની લાગણીથી વેકરિયા પરિવાર દ્વારા આજે રામધુન સહિત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતાં. આ વખતે નેતાઓની હાજરીમાં ગ્રીષ્માની પિતરાઈ બહેનો દ્વારા તેરી લાડકી મે..ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી. જો કે, ગીત ગાઈ રહેલી બહેન આખું ગીત ગાઈ નહોતી શકી અને ડૂમો બાઝી જતાં પિતાને બાથ ભરીને રડવા લાગી હતી. જેથી હાજર સૌ કોઈની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતાં.
ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ કહ્યું કે, અમારી વ્હાલી દીકરીને આજે ખરા અર્થમાં ન્યાય મળ્યો એની ખુશી છે, પરંતુ તે અમારાથી હંમેશા માટે દૂર જતી રહી છે, તેનું ખુબ દુઃખ છે. ગૃહરાજ્યમંત્રીએ આ દુઃખના સમયે ખુબ સાથ-સહકાર આપ્યો હતો, તેમજ આ કેસમાં અમને ઝડપી ન્યાય અપાવવા રાજય સરકાર, પોલીસ ખાતાના અધિકારીઓ સહિત તમામ પ્રત્યે હૃદયથી આભાર વ્યકત કર્યો હતો.
2231 નંબરનો કેદી બન્યો ગ્રીષ્માનો હત્યારો ફેનિલ:
ગઈ કાલે જ ગ્રીષ્મા હત્યારા ફેનિલને કોર્ટ દ્વારા રેરેસ્ટ ઓફથી રેર કિસ્સો ગણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આરોપી ફેનિલને કેદી નંબર ફાળવી દેવામાં આવ્યો છે. હત્યારો ફેનિલ 2231 નંબરનો કેદી બન્યો છે. હાલ ફેનિલને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. ફેનિલને ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રાખવામાં આવશે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
સુરતના કામરેજના પાસોદરા પાટિયાપાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.
યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.