દુલ્હો જોતો રહ્યો ને, મોટો ભાઈ દુલ્હનને મારતો રહ્યો- જાણો હ્રદય કંપાવનારી ઘટના

એમપીના રેવામાં લવ મેરેજ બાદ ઘરે જતા વરરાજાના ભાઈએ રસ્તા પર વર-કન્યાને માર માર્યો હતો. આ પછી નવદંપતીએ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. રીવા શહેરના રાણી તલાબ મંદિરમાં લગ્ન કર્યા બાદ ઘરે પરત ફરી રહેલા વર-કન્યાને રસ્તામાં જ જોરદાર માર મારવામાં આવ્યો હતો. આ માર બીજા કોઈએ નહીં પણ વરરાજાના મોટા ભાઈએ માર્યો હતો.

મામલો ચોરહતા પોલીસ મથકના મોહની ગામનો છે. અહીં રહેતા રવિરાજસિંહ ચૌહાણની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ પરિવારે તેમને લગ્નની મંજૂરી આપી ન હતી. આના કારણે યુવકે રાણી તલાબ સ્થિત મંદિરમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે કન્યા સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. વરરાજાનો મોટો ભાઈ વિજય બહાદુરસિંહ ગામના હનુમાન મંદિર પાસે રોકાઈ ગયો હતો.

યુવકે કરેલા લવ મેરેજથી રોષે ભરાયેલા મોટા ભાઈએ નવદંપત પર મારવાનું શરૂ કરી દીધું હતું, જેનાથી હોબાળો મચી ગયો હતો. સાત જનમ સાથે રહેવાનું વચન આપનાર વરરાજો સાઈડ પર ઊભો રહ્યો અને કન્યા માર ખાતો જોઈ રહ્યો હતો. વરરાજાનો મોટો ભાઈ દુલ્હનને જમીન પર પછાડતો રહ્યો. આ જોઈને સ્થાનિક લોકોએ દખલ કરી વિવાદને શાંત પાડ્યો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

એડિશનલ એસપી શિવકુમાર વર્માએ જણાવ્યું કે, યુવકે રાની તલાબ મંદિરમાં પરિવારના સભ્યોની સંમતિ વગર લગ્ન કર્યા હતા, જેના આધારે ભાઈએ માર માર્યો હતો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *