મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રીવા(Riva) જિલ્લાનો એક વિડીયો(video) સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થયો છે. જેમાં જાન દરમિયાન નાચતી વખતે વરરાજાના મિત્રનું મોત થયું છે. આ દરમિયાન જમીન પર પડી જાય છે અને તે ફરી ઉભો થઇ શકતો નથી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકને હાર્ટ એટેક(heart attack) આવ્યો હતો અને તે તેનું મોત થયું હતું.
रीवा
यार की शादी में नाचते हुए दोस्त को आया हार्ट अटैक
अस्पताल पहुंचते ही डाक्टरों ने कर दिया मृत घोषित
शादी की खुशियां मातम में हुई तब्दील
कानपुर से रीवा आई थी बारात#viral #Live #ViralVideos #shadi #marriage #Dance pic.twitter.com/gkphk4s5aj— Naresh Parmar (@nareshsinh_007) January 19, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર, આ જાન કાનપુરથી રીવા આવી હતી. જાનૈયાઓ ડીજેના તાલે નાચતા હતા અને લગ્નના સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જાનમાં સામેલ 32 વર્ષીય અભય સચાન નાચી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો. જાનૈયાઓ કંઈ સમજે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ ઘટના બાદ સમગ્ર ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો.
મંગળવારે રાત્રે ઉત્તર પ્રદેશના કાનપુરથી રીવાના બસ સ્ટેન્ડ પાસે આવેલા અમરદીપ પેલેસ સુધી એક જાન આવી હતી. યુવતી રીવાની રહેવાસી છે. વરરાજાનો મિત્ર અભય સચન પણ લગ્નમાં હાજરી આપવા કાનપુરથી રીવા આવ્યો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ તમામ જાનૈયાઓ ડીજેના તાલે નાચતા નાચતા મેરેજ સ્થળ પર જતા હતા. કડકડતી ઠંડી વચ્ચે અભય સચાન પણ અન્ય જાનૈયાઓ સાથે નાચી રહ્યો હતો. થોડી વાર પછી તે નાચતી વખતે અચાનક નીચે પડી ગયો, જેના પછી સ્થળ પર ચકચાર મચી ગઈ હતી. સાથે જ બેન્ડ બાજા તરત જ બંધ કરી દેવામાં આવ્યા હતા.
તાત્કાલિક જ અભયને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં અભયનું મોત થઈ ગયું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે નાચતી વખતે જમીન પર પડી ગયો હતો. અભય એજી આવાસ વિકાસ કોલોની, હંસાપુરમ, કાનપુર, યુપીનો રહેવાસી હતો. ઘટનાની જાણ થતાં સગાસંબંધીઓ રીવા આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.