Ahmedabad / મોજશોખ પૂરા કરવા અ’વાદી મહિલાએ અપનાવ્યો એવો શોર્ટકટ કે, પતિને ધોળે દિવસે અંધારા આવી ગયા

અમદાવાદ (Ahmedabad) શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સ્ત્રી બીજ ડોનેટ કરીને કમાણી કરનારી મહિલાની પોલ ખુદ તેના જ પતિએ ખોલી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ…

અમદાવાદ (Ahmedabad) શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સ્ત્રી બીજ ડોનેટ કરીને કમાણી કરનારી મહિલાની પોલ ખુદ તેના જ પતિએ ખોલી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ સ્ત્રી બીજ ડોનેટ કરવાની વાત ખુદ તેના પતિથી છૂપાવી હતી. આટલું જ નહીં, આ ગોરખધંધા માટે મહિલાએ પોતાના આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવી દીધુ હતુ. જો કે આખરે પતિએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વિગતો પ્રમાણે Ahmedabad ના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા યુવકે તેની પત્ની સામે ફરિયાદ કરી છે. તેની પત્નીએ મોજશોખ પુરા કરવા કમાણી માટે સ્ત્રી બીજ ડોનેટ કરવા પોતાના આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવી દીધું હતું. પત્નીએ એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું જાણવા મળ્યું. ત્યારે પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે આ બાબતે પત્નીને પૂછતાં જ તે ઉશ્કેરાઈ ગઈ હતી અને ઝગડો કરવા લાગી હતી. બીજી તરફ પતિને તેના સાસુએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કરીશ તો છોકરા પાસે જાનતી મારી નાંખીશ.

ખાનગી કંપનીના જૉબ કરતાં યુવકના 2010માં લગ્ન થયા હતા. જેના થકી સંતાનમાં તેમને બે પુત્રીઓ છે. આ યુવકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના 5 વર્ષ સુધી પત્ની સારી રીતે રહી હતી. જો કે બાદમાં તેણીએ મારા માતા-પિતાને હેરાન-પરેશાન કરતાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ માથાકૂટ થતી હતી. આખરે પત્નીએ જીદ કરતાં તેના માતા-પિતાના ઘરની નજીક ભાડે રહેવા જતાં રહ્યાં હતા.

2022માં બંન્ને વચ્ચે સમાધાન થતાં તેઓ સાથે રહેવા લાગ્યા હતાં. બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, વર્ષ 2019થી 2022 સુધીમાં તેની પત્ની એજન્ટ મારફતે સ્ત્રી બીજ ડોનર તરીકે કામ કરતી હતી. આઇવીએફ સેન્ટરમાં પણ તે સ્ત્રી બીજ ડોનર તરીકે જતી હતી. અલગ અલગ હોસ્પિટલમાં તેણે સ્ત્રી બીજ ડોનેટ પણ કર્યાં છે.

જ્યાં હું મારો પુરો પગાર પત્નીને આપતો હોવા છતાં તે મારી પાસે વધારે પૈસાની માંગણી કરતી હતી. પત્ની પૈસાનો બચાવ કરવાની જગ્યાએ તમામ રૂપિયા પોતાના મોજશોખ પાછળ ઉડાવી દેતી હતી. જો કે આ દરમિયાન પતિને જાણવા મળ્યું હતું કે, તેની પત્ની 2019થી 2022 સુધી પોતાની જાણ બહાર સ્ત્રી બીજ ડોનર તરીકે એજન્ટ મારફતે કામ કરીને આર્થિક ફાયદો મેળવતી હતી. હાલ તો Ahmedabad પોલીસે પતિની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *