ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર (Muzaffarnagar, Uttar Pradesh) જિલ્લામાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવકો નેશનલ હાઈવે 58 (National Highway 58) પર ડઝનબંધ લક્ઝરી કાર (Luxury car) પર સ્ટંટ કરતા સેલ્ફી લેતા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં આ લોકો ચાલતી કારની બારી અને સનરૂફમાંથી બહાર આવીને સેલ્ફી લેતા જોવા મળે છે. એટલું જ નહીં, આ વાહનોના કાફલામાં ખુલ્લી કારમાં ઉભા રહીને એક વરરાજા સેલ્ફી (Selfie) લેતો પણ જોવા મળે છે.
તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કોઈ લગ્નની જાન છે, જેમાં વરરાજા સહીત અન્ય લોકો સ્ટંટ કરતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ દૃશ્ય મુઝફ્ફરનગર જિલ્લાના દિલ્હી દેહરાદૂન નેશનલ હાઈવે-58 હેઠળના છાપર પોલીસ સ્ટેશન વિસ્તારનું કહેવાય છે, જે અંકિત કુમાર નામના યુવકે 12 જૂને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેના મોબાઈલમાં કેદ કર્યો હતો.
#muzaffarnagar हाइवे (NH 58) पर बारातियो का मौत का सफर,
दूल्हा समेत कारों में सवार बारातियों का स्टंट वाला सफर
सोशल मीडिया पर वायरल हुई वीडियो,
नेशनल हाईवे पर लोगों की जिंदगी से खिलवाड़,
छपार कोतवाली के एनएच 58 का मामला..@muzafarnagarpol @Uppolice @dgpup pic.twitter.com/bsNQBrfxbu— Ravipandey (@ravipandey2323) June 14, 2022
મુઝફ્ફરનગરના એસએસપી અભિષેક યાદવે પણ આ વાયરલ વીડિયોની નોંધ લીધી છે. આ વાયરલ વીડિયોના આધારે ટ્રાફિક પોલીસે 9 વાહનોના નંબર ટ્રેસ કરીને તેમને 2 લાખ 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, હવે મુઝફ્ફરનગર પોલીસ પણ આ મામલામાં આ લોકો સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
આ વીડિયોમાં કેટલાક વાહનો પર કેટલાક યુવકો તેમના વાહનોના સનરૂફ ખુલ્લા રાખીને બહાર ઉભા હતા અથવા તો બીજા બારીમાંથી બહાર આવી રહ્યા હતા. આની નોંધ લેતા એસએસપીના નિર્દેશ મુજબ કેટલાક વાહનોને માર્ક કરવામાં આવ્યા છે. તેમની સામે સંબંધિત કલમો હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સાથે તેમણે જણાવ્યું કે, આ લોકો સામે દંડની કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે, જે પોસ્ટ દ્વારા અથવા અન્ય માધ્યમથી તેમના ઘરે મોકલવામાં આવશે. અત્યારે, NH સામે તેણે કરેલા ગુના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાકીના મામલાની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.