સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોનો વધતો આતંક: સમાધાન કરવામાં બહાને બોલાવીને યુવકને માર્યા ચપ્પુના ઘા- જુઓ live વિડીયો

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. અસામાજિક તત્વોને જાણે હવે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં સુરતમાં તો જાણે હત્યા એક ખેલ બનીને રહી ગયો હોય એવું લાગે છે. આ દરમિયાન ફરીવાર સુરતમાંથી એક મારામારીનો વિડીયો વાઈરલ થયો છે.

મળતી માહિતી મુજબ, સુરતના બારડોલી રોડ પર ભાવેશ ઉર્ફે ભલા પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેના મિત્ર રોની સાથે એક અઠવાડિયા પહેલા દિવ્યેશ નામના ઇસમ સાથે ડિંડોલી સાંઈ સરોવર સોસાયટી ખાતે ઝગડો થયો હતો. જેમાં ભાવિનના મિત્ર રોનીએ દીવ્યેશને માર માર્યો હતો.

ત્યારબાદ સમાધાન માટે રતન ચોક પાસે આંગણવાડી નજીક મીટીંગ કરવા બોલાવ્યો હતો અને ત્યાં રોહિત રાઠોડ તથા તેની સાથેના બે ઈસમોએ ભાવેશ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જાણવા મળ્યું છે કે, હાલ લીંબાયત પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *