Surat Stray Dogs Attack: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શ્વાન કરડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલ સુરતમાં રખડતા શ્વાનો વધુ એક આતંક સામે આવી રહ્યો છે. સુરતના (Surat Stray Dogs Attack) વરાછા વિસ્તારમાં 1 વર્ષની બાળકી પર શ્વાનને હુમલો કર્યો હતો. અને તે બાળકી પર આંખ અને હાથ ભાગે કરડી ગયું હતું.આથી બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનના હુમલામાં ખુબ વધારો થઈ રહ્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં શ્વાનના આતંકનો કિસ્સો સામે આવી રહ્યો છે. ઘર પાસે રમતી એક વર્ષની બાળકી પર શ્વાનએ હુમલો કર્યો હતો. જેમાં બાળકીને આંખ અને હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી. શ્વાનના હુમલામાં બિચારી બાળકી એ પોતાની આંખ ગુમાવી છે. જયારે બાળકીનો રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકોએ તેને બચાવી લેતા બાળકીને શ્વાનના ચુંગાલમાંથી છોડાવવામાં આવી હતી. ત્યારપછી બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
બાળકીના પરિવારના લોકોએ જણાવ્યું કે, બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે પાછળથી એક કૂતરો આવીને કરડી ગયો હતો. સ્થાનિક લોકોએ બાળકીને કૂતરાઓથી બચાવી અને તેને હોસ્પિટલ લઈ ગયા. અને તેને સિવિલ હોસ્પિટલમાં બાળકીની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
સુરતમાં બાળકો પર કૂતરાના હુમલામાં વધારો નોંધાયો છે. બાળકોને કૂતરા કરડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં શ્વાનનો ભય વધી રહ્યો છે. આવા બનાવો બાદ લોકોમાં શ્વાનનો ભય વધી રહ્યો છે, અને કહી રહ્યા છે કે મહાનગરપાલિકાનું તંત્ર કૂતરાઓના અત્યાચારને દૂર કરવા માટે કોઈ પ્રયાસ કરતું નથી. કૂતરાઓના આ ઘાતકી હુમલાને પગલે લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube