સુરતમાં સોલંકી પરિવાર સામુહિક આપઘાત નહોતો કર્યો… પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં થયો નવો ચોકાવનારો ખુલાસો

Published on Trishul News at 1:33 PM, Fri, 3 November 2023

Last modified on November 3rd, 2023 at 1:34 PM

Surat Mass Suicide Case Latest News: સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલો આજે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. વાત જાણે એમ છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા પછી હવે મૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. માહિતી અનુસાર પોસ્ટમોર્ટમ(Surat Mass Suicide Case Latest News) રિપોર્ટમાં માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું છે. મૃતકોના પોસ્ત્મોર્ત્મ રિપોર્ટમાં ખુલાસા પછી હવે ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરાઇ છે.

સુરતના અડાજણમાં હાલમાં જ સોલંકી પરિવારના આપઘાત કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. મળતી માહિતી અનુસાર માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું પણ અનુમાન છે. જોકે સામુહિક આપઘાત કેસમાં કારણ હજી પણ અકબંધ રાખવામાં આવ્યું છે. આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની પણ ઘણી મથામણ યથાવત છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસા બાદ તપાસ તેજ
આ તરફ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્ની, પિતા, બે બાળકોને ઉધઈ મારવાની દવા પીવડાવ્યાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. આ સાથે માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું સામે આવી રહ્યું છે. જેને લઈ હવે પોલીસે ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો અને ગ્રાહકોના નિવેદન લીધા છે. આ સાથે જુદી જુદી બેંકના લોન એજન્ટ બોલાવી ફરી નિવેદનો લેવાયા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતક મનીષભાઈ સોલંકી સામે ફરિયાદની તજવીજ
સોલંકી પરિવારના આપઘાત કેસમાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા પછી મૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ છે. આ તરફ પોલીસ દ્વારા ધંધામાં ઉધારી, કારીગરોને આપવાની બાકી રકમની વિગતોને લઇ તપાસ પણ શરૂ કરાઇ છે. બેંકની લોનની રકમના હપ્તાની વિગતો મેળવવાની આગળની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. મહત્વનું છે કે, FSLમાંથી મોબાઈલ ફોનની ડિટેઇલના આધારે પોલીસ દ્વારા કડી મેળવવા કવાયત શરૂ કરાઇ છે.

શું છે સમગ્ર મામલો ?
સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેવાસી મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે.

સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યું હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો સામે આવ્યું છે. સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના કરી છે. આપઘાતના કેસની તપાસ DCP ઝોન 5, ACP, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ કરશે.

Be the first to comment on "સુરતમાં સોલંકી પરિવાર સામુહિક આપઘાત નહોતો કર્યો… પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં થયો નવો ચોકાવનારો ખુલાસો"

Leave a comment

Your email address will not be published.


*