SSC 10th Result: ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર- સુરત જીલ્લાનું સૌથી વધુ, તો આ જીલ્લાનું સૌથી ઓછું રીઝલ્ટ

SSC Result 2023: ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC Result) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારના 7-45એ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું.

નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ અગાઉ Result પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 % છોકરીઓનું પરિણામ વધુ આવ્યું છે.

મહત્વનું છે કે, સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર-નું 95.92 ટકા આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 40.75 ટકા આવ્યું છે.

જો વાત કરવામાં આવે તો ધોરણ 10નું બોર્ડનું પરિણામ 64.62 % આવ્યું છે. જેમાં આખા રાજ્યમાં દાહોદ જિલ્લાનું માત્ર 40 % પરિણામ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 % પરિણામ સામે આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 62.11 % પરિણામ આવ્યું છે.

મહત્વનું છે કે, વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ શહેરમાં 64.18 % પરિણામ, અમદાવાદ ગ્રામ્યમાં 65.22 % પરિણામ, રાજકોટમાં 72.74 % પરિણામ અને વડોદરામાં 62.24 % પરિણામ સામે આવ્યું છે.

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 નોંધાઈ છે. 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા 1084 નોંધાઈ છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 157 નોંધાઈ છે.

વોટ્સએપ પર મેસેજ કરીને જાણી શકશો પરિણામ:

મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) નાખીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ:

સ્ટેપ 1માં પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ. સ્ટેપ 2માં વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3માં પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો. સ્ટેપ 4માં તે પછી Submit બટન પર ક્લિક કરો. સ્ટેપ 5માં GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સ્ટેપ 6માં ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *