દેશમાં વર્ષ 2019ના શરૂઆતી મહિનામાં લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઇ રહી છે. એવામાં વર્ષ 2019ને ચૂંટણી વર્ષ માની શકાય. નવા વર્ષને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
જોકે નવા વર્ષની શરૂઆત ભાજપ માટે સારી નથી રહી. બીજેપીના હાથમાંથી ત્રણ મહત્વના રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ નીકળી ગયા છે. બીજેપીની હાર પાછળ જીએસટી મુખ્ય કારણ જણાવી રહ્યું છે. જીએસટીના નિયમોમાં થયેલા ફેરફારોથી વ્યાપવારીઓ અને સામાન્ય વ્યક્તિઓની મુશ્કેલીઓ વધી રહી છે.
જીએસટી કાઉન્સિલની 31મી બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે નવો નિર્ણય લેતા 23 વસ્તુઓ પર વસ્તુ તથા સર્વિસ ટેક્સ (જીએસટી)ના રેટ્સ ઓછા કરવાની જાહેરાત કરી છે.
જીએસટી કાઉન્સિલની શનિવારે 31મી બેઠક બાદ નાણાકિય મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, વિભિન્ન પ્રકારની વસ્તુઓ પર જીએસટી ટેક્સ ઓછો કરવાથી વાર્ષિક રેવેન્યૂમાં 5500 કરોડ રૂપિયાની અસર પડશે. ટેક્સ રેટમાં સંશોધનનો આ નિર્ણય આવનાર નવા વર્ષના દિવસોને પ્રભાવીત કરશે.
જાન્યુઆરી 2019થી લાગૂ થશે નવા રેટ
જીએસટી કાઉન્સિલે જીએસટીની 28 ટકાની સર્વોચ્ચ ટેક્સના દાયરામાં આવતી વસ્તુઓમાંથી 7ને નિમ્ન રેટવાળા સ્લેબમાં નાખી દીધા છે. તેની સાથે જ 28 ટકાના સ્લેબમાં હવે માત્ર 28 વસ્તુઓ બચી છે.
નાનાણિય મંત્રીએ જણાવ્યું કે, મૂવી થિયેટરની 100 રૂપિયા સુધીની ટિકિટો પર હવે 18 ટકાની જગ્યાએ 12 ટકા ટેક્સ અને 100 રૂપિયાથી ઉપરની ટિકિટ પર 28 ટકાની જગ્યાએ 18 ટકા જીએસટી લાગશે. આ પ્રકારે 32 ઇંચ સુધીના મોનિટર અને ટીવી સ્ક્રીન પર હવે 28 ટકાની જગ્યાએ 18 ટકા જીએસટી લાગશે. વસ્તુઓ પર જીએસટીની સંશોધિત ટેક્સ એક જાન્યુઆરી, 2019થી લાગૂ થશે.
આ વસ્તુઓના જીએસટી રેટ થયા ઓછા
પૂર્વ વડાપ્રધાન અટલજીની જન્મજયંતીને ખાસ બનાવવા PM મોદીએ લોન્ચ કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો, જાણો શું છે સિક્કાની વિશેષતા?
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં PM નરેન્દ્ર મોદીએ 100 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો છે. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલજીની તસવીર છે. 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાનની જન્મ જયંતી છે. તે અવસરે સ્મારક સિક્કો જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. એવામાં સરકાર તેમની 95મી જન્મજયંતીને ખાસ બનાવી છે.
અટલજીનો સિક્કો જાહેર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, અટલજીનો સિક્કો આપણા દિલો પર 50 વર્ષો સુધી ચાલ્યો. જો આપણે તેમના આદર્શો પર ચાલીશું તો આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ.
Prime Minister Narendra Modi releases commemorative Rs 100 coin in memory of former prime minister Atal Bihari Vajpayee. pic.twitter.com/wE1KHYgEsZ
— ANI (@ANI) December 24, 2018
શું છે સિક્કાની વિશેષતા?
સિક્કાની બીજી તરફ અશોક સ્તંભ છે.
સિક્કાની એક તરફ પૂર્વ વડાપ્રધાનનું પૂરું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે.
તસવીરની નીચેના ભાગમાં વાજપેયીનો જન્મ વર્ષ 1924 અને દહાંત વર્ષ 2018 અંકિત કરવામાં આવ્યા છે.
આ સિક્કાનું વજન 35 ગ્રામ છે.
સિક્કાની ડાબી બાજુ દેવનાગરી લિપિમાં ભારત અને જમણી તરફ અંગ્રેજીમાં ઈન્ડિયા લખવામાં આવ્યું છે.
એક પણ ઝાડ કાપ્યા વગર ‘સદૈવ અટલ’ સમાધિ સ્થળ તૈયાર, 25એ પહેલી પ્રાર્થનાસભાનું આયોજન
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમીતે અટલ સ્મૃતિ ટ્રસ્ટે વાજપાયીના નવનિર્મિત સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે 25 ડિસેમ્બરે પહેલી પ્રાર્થનાસભાનું આયોજન કર્યુ છે. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતનાં વિપક્ષી દળોનાં નેતાઓને પણ આમંત્રિત કરાયા છે. હાલ સમાધિ સ્થળે ફિનિશીંગ અને સજાવટનું કામ ચાલુ છે.
અટલજીની ઈચ્છાઓને ધ્યાનમાં રખાઈ
અટલ સ્મૃતિ ટ્રસ્ટનાં અધ્યક્ષ પ્રોફેસર વિજય કુમાર મલ્હોત્રાએ ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ સમાધિનું અટલજીનાં પર્યાવરણ પ્રેમને ધ્યાનમાં રાખીને એ પ્રકારે કરવામાં આવ્યું છે કે એક પણ ઝાડને કાપવાની જરૂર પડી ન હતી.
અટલજીની અંતિમ વિધી જ્યાં થઈ હતી ત્યાંથી થોડે દુર સમાધિ બનાવવામાં આવી છે. જ્યાં અંતિમ વિધી કરાઈ હતી તે સ્થળને અંતિમ વિધી સ્થળ બનવવામાં આવ્યુ છે. અટલજીની સ્મૃતિમાં બનાવવામાં આવેલા આ સ્થળનો પણ નેતાઓની અંતિમવિધી માટે ઉપયોગ કરવામાં આવશે.
આ જગ્યાએ રાષ્ટ્રપતિ જ્ઞાનીજૈલસિંહ, આર વેંકટરમન, શંકરદયાળ શર્મા, કે આર નારાયણ, વડાપ્રધાન આઈકે ગુજરાલ, પીવી નરસિંહ રાવ, ચંદ્રશેખરની સમાધિ પહેલાથી જ છે. રાષ્ટ્રિય સ્મૃતિ 7 એકરમાં ફેલાયેલી છે જેમાં અટલજીના સમાધિ સ્થળ માટે 1.5 એકર જમીનને ઉપયોગમાં લેવાઈ છે.
સદૈવ અટલ સમાધિનાં નિર્માણમાં ભવ્યતાને પણ ધ્યાનમાં રાખવામા આવી છે. આ સમાધિને કમળનાં ફુલનાં આકારમાં બવાવવામાં આવી છે, જેમાં સમાધિ વચ્ચે એક પારદર્શક પથ્થરમાં જ્યોતિની જેમ ઝળહળતી એક લાઈટ લગાવવામાં આવી છે.
સમાધિની ચારેય બાજુ 8 દિવાલ છે જેની પર, મૃત્યુની ઉમર શું? જિંદગી -સિલસિલો, મેં જી ભર જીયા જેવી અટલજીની કવિતાઓની પંક્તિઓ લખાવામાં આવી છે.