ગુટખાના વેપારીના ઘરે દરોડા પાડતા મળ્યા કરોડો રોકડા રૂપિયા- આંકડો એટલો મોટો હતો કે, ગણી ગણીને અધિકારો પણ થાક્યા

હમીરપુર: યુપી (UP)ના હમીરપુર(Hamirpur) જિલ્લામાં, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Central Goods and Services Tax)ની કાનપુર(Kanpur) ટીમે સુમેરપુર (Sumerpur)માં દયાલ પાન મસાલા (Dayal Pan Masala)ના નિર્માતા જગત ગુપ્તા (Jagat Gupta)ના ઘરે દરોડા(Raids) પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગુટખાના વેપારી પાસેથી 6 કરોડ 31 લાખ 11 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.

ખાસ વાત એ છે કે આ પૈસા ગુટખાના વેપારીએ બેડ બોક્સની અંદર રાખ્યા હતા. તેમને ગણવા માટે સ્ટેટ બેંક (State Bank)ના કર્મચારીઓ ત્રણ મશીન અને એક મોટું ટ્રંક લઈને આવ્યા હતા. અંદાજે 15 કલાકની ગણતરી બાદ ટ્રંકમાં ભરીને નાણા લઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, હમીરપુર જિલ્લાના સુમેરપુર શહેરની જૂની ગલ્લા મંડીમાં દયાલ ગુટખાના ઉત્પાદક જગત ગુપ્તાનું ઘર છે. અહીં મંગળવારે સવારે CGSTની કાનપુર ટીમે દરોડો પાડ્યો હતો. ટીમ આવી ત્યારે વેપારીએ ઘરનો દરવાજો ખોલ્યો નહોતો. ત્યારબાદ અધિકારીઓના દબાણ કરવાથી ટીમ અંદર જઈ શકી હતી. ગુટખાના વેપારીના તમામ દસ્તાવેજો, બેંક ખાતા અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ભાઈઓ જગત ગુપ્તા અને પ્રદીપ ગુપ્તા અલગ-અલગ ફર્મ દ્વારા સરકારના ટેક્સની ઉઘરાણી કરતા હતા. દરોડાને લઈને સમગ્ર નગરના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

કાનપુરના સીજીએસટીના કમિશનર સોમેશ તિવારીએ જણાવ્યું હતું કે, ગુટખાના વેપારીના ઘરની તપાસ કરવામાં આવી હતી અને તમામ ગેરરીતિઓ પકડાઈ હતી. આખા ઘરની તપાસ બાદ સાડા છ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ રોકડ ચતુરાઈથી રસોડા, પલંગના ગાદલા અને અન્ય રૂમમાં છુપાવીને રાખવામાં આવી હતી. કહેવાય છે કે, જપ્ત થયેલી રોકડમાં નોટોનો વિશાળ ઢગલો જોઈને નોટો ગણનારા કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *