ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે આ દરમિયાન રાજકીય પાર્ટીઓએ પોતાના પ્રચાર શરુ કરી દીધા છે. આ કડીમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા(Parivartan Yatra)ને ખુબ જ મોટી સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ ગામડે-ગામડે જઈને લોકોની સમસ્યાઓ અને તેને પડી રહેલી મુશ્કેલીનો તાગ મેળવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election) પર છે.
પરિવર્તન યાત્રા અંતર્ગત ગુજરાતની 182 વિધાનસભાને આવરી લઈને AAP પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘર- ઘર સુધી જઈને અરવિંદ કેજરીવાલનો સંદેશો પહોંચાડી રહ્યા છે અને દિલ્હી મોડલ પ્રસ્તુત કરી રહ્યા છે. ગુજરાતના અલગ-અલગ સ્થળોએ કરવામાં આવેલ પરિવર્તન યાત્રા અને જનસભામાં આમ આદમી પાર્ટીને મળી રહેલા પ્રતિસાદને જોઈને વિપક્ષી નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.
AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ભાજપ-કોંગ્રેસ પર કર્યા પ્રહારો:
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પરિવર્તન યાત્રા દરમિયાન એક ગામમાં જનસભાને સંબોધન કરતા ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, “ઈમાનદાર આમ આદમી પાર્ટી દિલ્હીવાસીઓ પાસે કામનાં નામે મત માંગવા જાય છે અને જે વચન આપે છે તે પૂર્ણ કરીને બતાવે છે.
ત્યારે શું ભાજપ-કોંગ્રેસ કદી કહી શકે છે કે, જો અમે પાંચ વર્ષમાં કામ કર્યું હોય તો જ વોટ આપજો નહીંતર ના
આપતા..?”
આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા, ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આમ આદમી પાર્ટીની આ ;પરિવર્તન યાત્રા; ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે. આ પરિવર્તન યાત્રા દરમિયાન 20 દિવસમાં ગુજરાતના દરેક વિધાનસભા વિસ્તારમાં જઈને બેરોજગાર યુવાનો, મૂળભૂત સુવિધાઓથી વંચિત મહિલાઓ તેમજ ખેડૂતોને મળીને તેમની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે બનતા તમામ પ્રયાસો કરશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.