હાલમાં કોરોનાની મહામારીને કારણે તમામ ધંધા બંધ પડ્યા હોવાંથી ઘણી વસ્તુઓનાં ભાવમાં વધારો થવાં પામ્યો છે. ખાસ કરીને તો શાકભાજીનાં ભાવમાં ઘણો વધારો નોધાયો છે. આવી જ એક જાણકારી હાલમાં સામે આવી રહી છે.શું આપ જાણો છો કે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી કઈ છે.
ભારતમાં સૌથી મોંઘી શાકભાજી હિમાલયમાંથી આવે છે. ભારતની આ શાકભાજીની વિશ્વમાં ઘણી માંગ રહેલી છે. જો તમારે આ શાકભાજીની ખરીદી કરવી હોય તો તમારે માત્ર 1કિલોનાં કુલ 30,000 રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. આ શાકભાજીને રાંધવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે.
કારણ કે એને ખાવાથી હૃદયને સંબંધિત કોઈ રોગ થતો નથી. આની સિવાય આ શાકભાજી શરીરને બીજા ઘણા પ્રકારનાં પોષણ આપે છે. તે એક પ્રકારની મલ્ટિ-વિટામિન કુદરતી ગોળી છે.આ શાકભાજીનું નામ ‘ગુચી’ (Gucchi) છે. તે હિમાલય પર જોવાં મળતી જંગલી મશરૂમની એક પ્રજાતિ જ છે.
બજારમાં એનાં ભાવ માત્ર 1 કિલોનાં કુલ 25,000-30,000 રૂપિયા રહેલી છે. ગુચી નામની આ શાક બનાવવાં માટે સુકા ફળ, શાકભાજી તથા દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભારતની એક દુર્લભ શાકભાજી છે, જેની માંગ વિદેશમાં પણ થાય છે.
લોકો મજાકમાં કહેતાં હોય છે, કે જો તમારે આ શાકભાજી ખાવી હોય તો બેંક પાસેથી લોન લેવી પડી શકે છે.ખુબ જ સ્વાદિષ્ટ વાનગીઓમાં ગણાતી આ શાકભાજીનાં નિયમિત ઉપયોગથી હાર્ટનાં રોગો થતો નથી. હાર્ટ રોગોથી પીડિત લોકો જો રોજ થોડા પ્રમાણમાં તેને લો તો લાભ થશે.
તે હિમાલયનાં પર્વતોથી લાવવામાં આવે છે તેમજ સૂકવવામાં આવે છે. ત્યારપછી એને માર્કેટમાં લાવવામાં આવે છે. આમાં પણ જુદી-જુદી ક્વોલિટી આવે છે.’ગુચી’ નું વૈજ્ઞાનિક નામ માર્ક્યુલા એસ્કલપેન્ટા છે. એને સામાન્ય રીતે ‘મોરેલ્સ’ પણ કહેવામાં આવે છે. એને સ્પોન્જ મશરૂમ પણ કહેવામાં આવે છે.
આ મશરૂમની એક પ્રજાતિ જ છે. તે મોટાભાગે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરનાં પર્વતો પર ઉગાડવામાં આવે છે. ઘણીવાર વરસાદની સિઝનમાં તે જાતે જ ઉગી નીકળે છે પણ સારી રકમ એકત્ર કરવામાં ઘણા મહિના લાગે છે. કારણ કે પર્વત ઉપર જઈને જીવને જોખમમાં મુકીને આ શાકભાજી લાવવામાં આવતી હોવાંથી એની કિંમત આટલી બધી છે.
‘ગુચી’ ને વરસાદમાં જમા કરીને સૂકવવામાં આવે છે. ત્યારપછી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકન, યુરોપ, ફ્રાન્સ, ઇટાલી તેમજ સ્વિત્ઝરલેન્ડનાં લોકો કુલ્લુનાં ગુચીને વધારે પસંદ કરે છે. એમાં પૂરતી માત્રામાં વિટામિન B, D, C તેમજ K રહેલાં હોય છે.
જંગલમાં કુદરતી રીતે ઉગાડવામાં આવતી ગુચી ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે જોવાં મળે છે. મોટી કંપનીઓ તથા હોટલો એને એકસાથે ખરીદી લે છે. આને કારણે વિસ્તારોમાં રહેતાં લોકો મોસમ દરમિયાન જંગલોમાં રોકાઈને ગુચી એકત્ર કરે છે. મોટી કંપનીઓ આ લોકોને કુલ 10,000-15,000 રૂપિયા/કિલો ભાવે ખરીદવામાં આવે છે તથા બજારમાં તે કુલ 25,000-30,000 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે વેચવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews