ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર- જાણો જલ્દી

ગુજરાત(Gujarat): રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) યોજાવવા જઈ રહી છે. બંને જગ્યાએ ભાજપ(BJP) સતામાં છે. આમ આદમી પાર્ટી(AAP) બંને રાજ્યોમાં પૂરા જોરશોરથી ચુંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

20 ઓક્ટોબર પછી ગમે ત્યારે જાહેર થઇ શકે છે ગુજરાતની ચૂંટણી:
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. સૂત્રોથી પાસેથી મળતી માહિતી અનુસાર, 20 ઓક્ટબર પછી ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. વાત કરવામાં આવે તો આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવી રહ્યા છે. તેઓ દ્વારા ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજવામાં આવશે.

ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને રાજ્યોના પ્રવાસ પણ ચૂંટણી પંચની ટીમો કરી ચૂકી છે. ત્યારે આ બધા વચ્ચે આયોગ હવે ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને અનુકૂળ વાતાવરણ, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય આયોજનો પણ ચૂંટણીપંચ દ્વારા ધ્યાને લેવામાં આવ્યું છે. જેને કારણે ચૂંટણી કાર્યક્રમો મતદારો અને મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવનારી સરકારી મશીનોમાં ચુંટણી દરમિયાન કોઈ પણ ખામી ન સર્જાય.

ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે અને જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી અનુસાર, 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થયો છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં 25 ઓક્ટોબરના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે, ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને ચૂંટણી પંચ હાલ તમામ તૈયારીઓમાં લાગી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *