છેલ્લા ૨૪ કલાકમાં ક્રાઈમ સીટી સુરતમાં ૨ હત્યા: જાહેરમાં જ યુવકને લાકડાના ફટકા મારી પતાવી દીધો

સુરત (Surat)માં વધુ એક હચમચાવી દેતી હત્યા (Murder)ની ઘટના સામે આવી છે. જેમાં શહેરના લાલગેટ વિસ્તાર (Lalgate area)માં ગત રોજ મોડી રાત્રે એક યુવકની લાકડાના…

સુરત (Surat)માં વધુ એક હચમચાવી દેતી હત્યા (Murder)ની ઘટના સામે આવી છે. જેમાં શહેરના લાલગેટ વિસ્તાર (Lalgate area)માં ગત રોજ મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી કણપીણ હત્યા કરી નાખી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. પોલીસે CCTVના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં અરવિંદ કોળી પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાલગેટ વિસ્તારમાં જાહેરમાં હત્યા:
મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે અંદાજે બેથી ચાર વાગ્યાના સમય દરમિયાન લાલગેટ ખાતે આવેલા લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવક દ્વારા લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. ભિક્ષુકને માથાના ભાગમાં ઉપરાછાપરી 4થી 5 લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

હત્યા કરી બિનધાસ્તરીતે ચાલ્યો ગયો:
CCTVમાં જોઈ શકાય છે કે, ભિક્ષુક રસ્તા પર ખુલ્લેઆમ જઈ રહ્યો હતો. આ દરમિયાન અન્ય એક યુવક દ્વારા તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ મોત નીપજાવી કાઢ્યું હતું. તેમજ મારનાર હત્યા કરી બિનધાસ્ત રીતે ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારે ઘટનાની જાણ વહેલી સવારે પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂટપાથ પર રહેતો હોવાથી મરનારની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ તેની ઓળખ કરી રહી છે. તેમજ લાલગેટ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *