હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એમાં પણ આજે દેશના PM નરેન્દ્ર મોદીનો જન્મદિન ઉજવવામાં આવી રહ્યો છે. હાલમાં આને લઈને જ જાણકારી સામે આવી રહી છે.PM નરેન્દ્ર મોદીના 70માં જન્મદિનની સુરત ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે PM મોદીનાં 70માં જન્મ દિન નિમિતે સુરત શહેરમાં માત્ર 11 દિવસમાં કુલ 70,000 વૃક્ષ વાવવાનું નક્કી કરીને આ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.
એમના જન્મદિનનાં આગલા દિવસે જ આ ધ્યેય કુલ 70,000ને પાર થઈ જતા સુરતીલાલાઓએ આનંદની લાગણી અનુભવી હતી.આજે લોકલાડીલા એવાં દેશનાં PM મોદીનો જન્મદિન છે ત્યારે એમનો જન્મદિન સમગ્ર દેશનાં લોકો ખુબ જ ધામધૂમથી ઉજવી રહ્યાં છે.
આ વર્ષે કોરોના મહામારીની વચ્ચે લોકોને એકઠા થવા પર પ્રતિબધ રહેલો છે ત્યારે કોરોના મહામારીમાં સૌથી વધારે દર્દીને ઓક્સિજનની જરૂરીયાત હોવાને લઇને સુરતનાં ડેપ્યુટી મેયર, સુરતનાં સાંસદ દર્શનાબેન જરદોષ તેમજ મેયર જગદીશ પટેલ દ્વારા PM નરેન્દ્ર મોદી 70 વર્ષ પુર્ણ કરીને 71 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે 70માં જન્મદિન નિમિતે સુરતનાં લોકો દ્વારા ખાસ ગિફ્ટ આપવાં માટે સુરતનાં ડેપ્યુટી મેયર સાથે ઘણાં લોકોએ સંકલ્પ લઈને શહેરમાં કુલ 70,000 વૃક્ષ વાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ કાર્યની શરૂઆત કુલ 11 દિવસ અગાઉ કરવામાં આવી હતી.જોત જોતામાં શહેરમાં કેટલાંક સોસાયટી રોડ તેમજ શેરીઓમાં રહેલ લોકોનાં સહકારથી આ ભગીરથ કાર્ય PM નરેન્દ્ર મોદીના જન્મદિન પહેલા જ પૂરી થઈ ગયું છે તેમજ કુલ 70,000ના લક્ષ્યાંકની સામે કુલ 73,000 વૃક્ષ વાવવામાંમાં આવ્યા છે.
Gujarat: 70,000 saplings to be planted in Surat to mark PM Narendra Modi’s 70th birthday that falls on September 17. Nirav Shah, Deputy Mayor, Surat City says, “We started this initiative before 15 days, I think we will be able to plant 70,000 saplings by September 16.” (14.9) pic.twitter.com/BJPARtttN0
— ANI (@ANI) September 14, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en