ગુજરાતમાં આવતીકાલથી લોકડાઉન માટે આ નિયમો લાગુ પડશે- આ નિયમો ખાસ વાંચી લેજો

કેન્દ્ર સરકારે લોકડાઉન ખોલવા માટેની અનલોક-1 ની ગાઇડલાઇન જાહેર કર્યા બાદ ગુજરાત સરકારે પણ તાત્કાલિક મીટીંગ યોજીને ગુજરાત માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રીએ…

કેન્દ્ર સરકારે લોકડાઉન ખોલવા માટેની અનલોક-1 ની ગાઇડલાઇન જાહેર કર્યા બાદ ગુજરાત સરકારે પણ તાત્કાલિક મીટીંગ યોજીને ગુજરાત માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રીએ રાજ્ય માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સમાં રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ ને રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો વ્યૂહ અપનાવીને તમામ નિર્ણયો કાર્ય છે. આ ગાઈડલાઈનનો અમલ તા.1 જૂન 2020થી રાજ્યમાં અમલ કરાશે

શું છે UNLOCK-1- ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો:

કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.

રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે

સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ

મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત

મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે

સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ

સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે

૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે

હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં થાય

કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં

આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે

શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે

લોકડાઉનના ચાર તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર

સ્થિતિ સામાન્ય બને જનજીવન પૂર્વવત થાય અને આર્થિક રૂકાવટ ન આવે તે રીતે કોરોના સાથે કામ કરવાની માનસિકતા કેળવવી પડશે

કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ તે ભૂલીએ નહીં – એકે-એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કામ કરે

માસ્ક વિના બહાર ન નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, ૬૫ વર્ષથી ઉપરની વયના વડિલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ, ઘર બહાર ન નીકળે તેની તકેદારી રાખીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *