ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. પછી તે આમ આદમી પાર્ટી હોય(AAP), ભાજપ(BJP) હોય કે કોંગ્રેસ(Congress). તમામ રાજકીય પક્ષો પુરાજોશમાં તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
AAPના સ્ટાર પ્રચારકની યાદી જાહેર:
આમ આદમી પાર્ટી દ્વારા મોડી રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી હતી, જેમાં ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ, પંજાબ સરકારના બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માન, યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા, ગુજરાતના આમ આદમી પાર્ટીનાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે.
સાથે જ આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢાનું નામ પણ આ સ્ટાર પ્રચારકની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે.
ગોપાલ ઇટાલીયા ક્યાંથી લડશે ચુંટણી?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉમેદવારોની જાહેરાત કરતા મોટો ધડાકો કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામ વિધાનસભા અને મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.