ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે તેની આગાહી કરી છે.
3 જૂન સુધી ગુજરાત 2 વિભાગોમાં ફંટાય તેવી શક્યતા
તેમણે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે. હાલમાં ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. આ વાવાઝોડું 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે કે, વાવાઝોડું આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત 2 વિભાગોમાં ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.
વરસાદ પહેલા આવશે વંટોળ અને વાવાઝોડું
હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત કચ્છમાં 27 થી 31 મે વચ્ચે વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે. મળતી માહિતી અનુસાર, 1 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news