સફળ પ્રસૂતિ: કોરોના પોઝિટિવ માતાએ ઓક્સિજન પર હોવા છતાં ત્રણ સ્વસ્થ બાળકોને આપ્યો જન્મ

Published on: 10:59 am, Sun, 18 October 20

અવાર નવાર કોરોનાના નવા-નવા સમાચાર મળ્યાં કરે છે, ત્યારે ફરી એક ચોંકાવનારા સમાચાર મળી આવ્યા. બે દિવસ પહેલાં શુક્રવારે રાત્રે કોરોનાગ્રસ્ત મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હોવાની ઘટના નોંધાઈ હતી. આ બંને બાળકો સ્વસ્થ હતા.

અમરેલીમાં 22 વર્ષીય સગર્ભા કોરોના પીડિત હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શુક્રવારે રાત્રે તેને પ્રસૂતિની પીડા ઉપડતા રાજકોટ મોકલી શકાય તેમ નહોતી. એટલે અમરેલી હોસ્પિટલમાં જ 6 ડૉક્ટરની ટીમે તેને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.

મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ખૂબીની વાત એ છે કે ઓક્સિજન ચાલુ હતો ત્યારે બાળકોના જન્મ થયા હતા. બાળકોને વધુ સારવાર માટે ભાવનગર મોકલી અપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle