ધીમે પગલે આવ્યું મોત અને મૃત્યુ પર પ્રવચન આપતા મહારાજ જમીન પર જ ઢળી પડ્યા- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): આણંદના વાસદ સ્થિત સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજનું (Nirbhatdasji Maharaj) ચાલુ પ્રવચન દરમિયાન નિધન (death while pravachan) થયુ છે. આ સમગ્ર ઘટના કેમેરામાં…

ગુજરાત(Gujarat): આણંદના વાસદ સ્થિત સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજનું (Nirbhatdasji Maharaj) ચાલુ પ્રવચન દરમિયાન નિધન (death while pravachan) થયુ છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેને કારણે સંત નિર્ભયદાસજી મહારાજનો છેલ્લો વીડિયો(last video of Nirbhayadasji Maharaj) હાલમાં ખુબ જ જોવાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇ મહારાજના પ્રવચનનો વીડિયો કેમેરામાં લઇ રહ્યા હતા. આ દરમિયાન જ કરુણ ઘટના બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પ્રવચન આપતા આપતા થયો મોતને ભેટો:
સોજીત્રા ખાતે સત્સંગ સભા દરમિયાન જોગાનુજોગ સંત નિર્ભયદાસજી મહારાજ મૃત્યુના કોઈ વિષય પર તેમના અનુયાયીઓને પ્રવચન આપી રહ્યા હતા. આ પ્રવચન દરમિયાન જ બોલતા બોલતા મહારાજ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. આ મોત એટલું જલ્દી આવ્યું કે, તેમણે પડતા સમયે ફુલની લટકાવેલી માળાનો સહારો લેવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ માળાને અડવા માટે જાય તે પહેલા જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

હાલમાં ઘણો જ જોવાઇ રહ્યો છે આ વીડિયો:
સત્સંગ સભા દરમિયાન પ્રવચન આપતા સંત નિર્ભયદાસજી મહારાજે ‘સત કેવલ સાહેબ’ કહી પ્રવચનની શરૂઆત કરી હતી. આ દરમિયાન સભામાં નિર્ભયદાસજી મહારાજ અચાનક જ જમીન પર ઢળી પડ્યા હતા. તેમના નીચે પડતા જ તેમના અનુયાયીઓએ તેમની નજીક દોડી આવ્યા હતા. પરંતુ સ્વામીજીનું મોત નીપજ્યું હતું. નિર્ભયદાસજી મહારાજનું મૃત્યુ પ્રવચન અને તે દરમિયાન તેમના મૃત્યુની સમગ્ર ઘટના મોબાઈલ વીડિયોમાં કેદ થઈ જવા પામી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

અનુયાયીઓમાં છવાઇ દુઃખની લાગણી:
આ વાયરલ વીડિયોની સ્થાનિકો દ્વારા સત્ય હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અચાનક મોતને ભેટો થતા સંત મહારાજના અનુયાયીઓમાં દુખની લાગણી છવાઇ જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *