ગુજરાત સરકારે કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતના APL-1 કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિનામુલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ અનાજ વિતરણ આગામી 13 એપ્રિલથી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે. ગુજરાતના લગભગ 60 લાખ પરિવારો સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકશે. આ નિર્ણયથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોના 3 કરોડથી વધુ મધ્યમ વર્ગીય લોકોને હવે કોરોના મહામારીમાં સરકારી રાહતનો લાભ મળશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, ગુજરાતના લગભગ 60 લાખ જેટલા APL-1 કાર્ડધારકો કે જેમનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નથી તેવા અઢી કરોડ લોકો જેમને સામાન્ય સંજોગોમાં અનાજ આપવામાં આવતું નથી. તેવા પરિવારોને પણ લોકડાઉનની આ પરિસ્થિતિમાં એપ્રિલ મહિના માટે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ એવી પણ અપીલ કરી છે કે, રાજ્યમાં જે સુખી સપન્ન લોકો છે, તેમનું પણ APL-1 કુટુંબોમાં સમાવેશ થઈ જાય જેથી તેમણે પણ વિનામૂલ્યે રાશન મળી શકે.
તમારા રાશન કાર્ડ APL-1 માં તમને લાભાર્થી તરીકે કેટલું અનાજ મળવા પાત્ર છે, તે લીંક પર જઇ જાતે ચેક કરો. રાશન કાર્ડ નમ્બર નાખો અને તમને મળવાપાત્ર જથ્થો જાણો. અનાજનો જથ્થાનો કોઈ ડેટા નહીં દેખાય, તો સમજો તમારા રાશનકાર્ડ પર તમને રાશન મળવા પાત્ર નથી. માટે બહાર જવાનું ટાળો. ઘરે જ રહો.
અહીં ક્લિક કરો. https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx
રેશનકાર્ડના છેલ્લા નંબર મુજબ અનાજ વિતરણની વ્યવસ્થા આ રીતે કરવામાં આવેલ છે:
તારીખ | આ રેશનકાર્ડ નંબર ધરાવતા લોકોનો વારો |
13 એપ્રિલ | છેલ્લો નંબર નંબર 1 અને 2 |
14 એપ્રિલ | છેલ્લો નંબર 3 અને 4 |
15 એપ્રિલ | છેલ્લો નંબર 5 અને 6 |
16 એપ્રિલ | છેલ્લો નંબર 7 અને 8 |
17 એપ્રિલ | છેલ્લો નંબર 9 અને 0 |
18 એપ્રિલ | વિશેષ કારણોસર બાકી રહી ગયેલા લોકો માટે |
આગામી સોમવારથી એટલે કે 13 એપ્રિલથી ગુજરાતની 17000થી વધુ સસ્તા અનાજોની દુકાનો પરથી 60 લાખ APL-1 કાર્ડધારકોને ઘઉં, ચોખા, દાળ અને ખાંડ વિનામૂલ્યે વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અનાજ વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ શિક્ષકો, તલાટી અથવા ગ્રામસેવક, પોલીસ કર્મચારીઓ અને સમાજના આગેવાનોની એક-એક કમિટીની રચના કરવામાં આવશે. દુકાનદારે APL-1 કુટુંબોને અનાજ વિતરણ કરવાનો હિસાબ એક રજિસ્ટ્રરમાં મેઈન્ટેઈન કરવાનું રહેશે. અનાજ મેળવવા માટે APL-1 કાર્ડધારકોએ તેમનું રેશનકાર્ડ અને ઓળખના પૂરાવા માટે આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news