શહીદ વિરને શત શત વંદન: ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, પરિવારનો એકનો એક દીપક બુજાયો

ગુજરાતમાં આવેલ પાટણ તાલુકાના ખલીપુર ગામે બે બાઇક સામસામે અથડાઇ હતી. જેમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

પાટણ તાલુકાના ખલીપુર ગામે અકસ્માત થયો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. મૃતક આર્મીમેન સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામનો રહેવાસી હતો.

ગઈકાલે એટલે કે, મંગળવારે બપોરના અરસામાં ખલીપુર ગામ પાસે પુરપાટ ઝડપે આવતી બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં આર્મીમેન મોતીભાઈ દેસાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કોઇ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. જેના કારણે ઘટનાસ્થળે ટ્રાફિકજામ થયો હતો. જોકે બનાવ સ્થળે પહોંચેલી પોલીસે સ્થળ પરથી ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

પાટણ તાલુકાના ખલીપુર ગામના નવયુવાન અને દેશસેવા માટે સમર્પિત એવા આર્મીમાં ફરજ બજાવતા મોતીભાઈ દેસાઇનું આ રીતે રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનો આઘાતમાં ગરકાવ થયા છે. આર્મી મેને આ રીતે નાની ઉંમરમાં દુનિયાને વિદાય કહેતા ગોલીવાડા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *