ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ પોતાના નવા પક્ષને લઈને જાણો શું કરી જાહેરાત?

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને ભણકારા વાગી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે, જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં છે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને ભણકારા વાગી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે, જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં છે. હાલમાં જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે આ રાજકીય માહોલ વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક રાજકીય પક્ષ ચૂંટણી લડવા તૈયાર થશે એટલે કે, નવો જ પક્ષ જોવા મળશે.

ગુજરાત 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela) રાજકારણમાં એક્ટીવ થશે. પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ જ પાર્ટીની સ્થાપના કરશે.

મળતી માહિતી અનુસાર, વિધાનસભા ચૂંટણી પહેલા બાપુ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને મેદાનમાં ઉતરશે. આગામી થોડા દિવસોમાં જ શકરસિંહ વાઘેલા એક નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. અમે તમને જણાવી દઈએ કે, 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ બાપુ જન વિકલ્પના નામે પાર્ટી ઉભી કરી હતી. હવે ફરી એક વખત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને શકરસિંહ વાઘેલા રાજકીય મેદાનમાં ઉતરશે.

લઠ્ઠાકાંડ મામલે જાણો શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું હતું?
જણાવી દઈએ કે, બરવાળા લઠ્ઠાકાંડ વખતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાઈ રહ્યોછે. માત્ર નામની એટલે કે કાગળ પર જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો કોઈ મતલબ નથી. કેમ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવતી નથી. આ પ્રથમવાર નથી બન્યુ. આ અગાઉ પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મોતને ભેટ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *