ગુજરાત(Gujarat): રાજ્ય પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS) એ વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ(1993 Mumbai Blast) કેસમાં ચાર વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે થઈ હતી.
મુંબઈ પર સીરીઅલ બોમ્બ બ્લાસ્ટની યોજના બનાવવા માટે આરોપીઓ દુબઈમાં દાઉદ ઈબ્રાહિમના ‘વ્હાઈટ હાઉસ’ નિવાસસ્થાને એકઠા થયા હતા. તેઓએ હુમલાને અંજામ આપતા પહેલા પાકિસ્તાનમાં એક તાલીમ શિબિરમાં પણ હાજરી આપી હતી. 1993ના મુંબઈ સીરીઅલ બ્લાસ્ટ્સ માં 257 લોકોના મોત થયા હતા અને 1,000થી વધુ ઘાયલ થયા હતા.
Gujarat ATS arrests four accused in the 1993 Bombay serial blasts case.
— ANI (@ANI) May 17, 2022
12 માર્ચ 1993 ના રોજ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ઝવેરી બજાર, કથા બજાર, પ્લાઝા સિનેમા અને ફિશરમેન કોલોની સહિત મુંબઈમાં અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.