ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુશીના સમાચાર: જાણો કોને મળશે 45 ટકા પગાર વધારાનો લાભ

ગુજરાત પોલીસ ના કર્મચારીઓ સતત પગાર વધારાના લઈને ચિંતિત રહેતા હતા. ત્યારે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. જેમાં ઠરાવ અંતર્ગત નિર્ણય લેવાયો છે કે ગુજરાત પોલીસ અંતર્ગત આવતી (Gujarat ATS) એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 45% પગારનો એલાઉન્સ અપાશે.

ગુજરાત પોલીસ દ્વારા વર્ષ 2022 Gujarat ATS ના કર્મચારીઓ માટે હાઈ રિસ્ક જોબ અંતર્ગત પગાર અલાઉંન્સ માટે વિચારણા કરાઈ રહી હતી જે અંતર્ગત હવે એટીએસના કર્મચારીઓને હાઇરીસ્ક અલાઉન્સના માધ્યમથી ગુજરાતના કર્મચારી ગણમાં મનોબળ વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ મુજબના ગ્રેડ પે પ્લસ સહિતના પગારના 45% હાઈ રિસ્ક કલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે હાઇરીસ્ક અલાઉન્સ મેળવવા માટે નિયત શરતો પણ તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *