BJP leader Bhupat Bhayani: ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન ભૂલ્યા હતા. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતિ વખતે ભૂપત ભાયાણીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોગ્રેસના(BJP leader Bhupat Bhayani) સાંસદ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં.
રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં...
ભાયાણીના નિવેદનથી રાજ્યમાં નવો વિવાદ પેદા થયો હતો. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ છે. કોંગ્રેસ કાર્યકરોએ કહ્યુ હતું કે ભાજપના નેતાઓએ હદ વટાવી છે. કોગ્રેસે કહ્યું હતું કે ભાયાણી બોલવામાં લગામ રાખે છે. નૈષધ દેસાઇએ કહ્યું હતુ કે ભાયાણી પાસે બિભત્સ શબ્દોની અપેક્ષા છે. આ ભાજપના નેતાઓના સંસ્કાર છે.
ભાયાણીએ તેમના સંસ્કારનું સુંદર પ્રદર્શન કર્યુ :કોંગ્રેસ
કોગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે પ્રમોશન માટે ભાયાણી બફાટ કરે છે. હાઈકમાંડની નજરે પડવા આવા નિવેદનો કરે છે. ભાજપમાં જતા માનસિક સ્થિતિ ખરાબ થાય છે. ભાયાણીએ તેમના સંસ્કારનું સુંદર પ્રદર્શન કર્યુ છે. ભાયાણીને જનતા જવાબ આપશે. ભાયાણી નોકરી ટકાવવા બેફામ બોલે છે. ભાયાણીએ વિસાવદરની જનતા સાથે અન્યાય કર્યો છે.
વિવાદીત નિવેદન બાદ ભૂપત ભાયાણીએ માંગી માફી
જૂનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મામલે પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી છે. ગઈકાલે વિસાવદર ખાતે કિરીટ પટેલએ વાણીવિલાસ કર્યો હતો.જેના પગલે મામલો બિચક્યો હતો.એક તરફ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે તેવામાં વધુ એક ભાજપના નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપતા ફરી એકવાર વિવાદ વકર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App